Home /News /surat /સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

સુરત : બે સગા ભાઈઓએ ચાર મહિનામાં આપઘાત કર્યો, પરિવારે બીજો દીકરો પણ ગુમાવતા કરૂણાંતિકા

પ્રતિકાત્મક તસવીર

Surat suicide : સુરતમાં આપઘાતની વધુ એક ઘટના, પ્રેમ લગ્ન કરનાર પત્ની વતનમાં હતી અને યુવક તેને મળવા જવા માંગતો હતો,જોકે ચાર મહિના અગાઉ તેના ભાઈએ પણ આપઘાત કર્યો હતો.

સુરતમાં (Surat)મા કોરોનાવાયરસ (Coronavirus)ના કારણે ઉદભવેલી સ્થિતિના કારણે આપઘાતની (Suicide) અનેક ઘટનાઓ સામે આવી છે તેવામાં હવે સુરતના સચિન (Sachin) વિસ્તારમાં આપઘાતની એક કરૂણ ઘટના સામે આવી છે. સચિનમાં રહેતો એક યુવક પોતાની પત્નીને મળવા વતન જવા માંગતો હતો પરંતુ આર્થિક સ્થિતિના કારણે વતન જવાના પૈસા નહોતા. આ અંગે તેની માતાએ ના પડાત તેને લાગી આવ્યું અને આ યુવકે આપઘાત કરી જિંદગી ટૂંકાવી લીધી છે. ઘટનાની જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આમ સુરતમાં કોરોનાકાળમાં વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જોકે, સૌથી કરૂણ બાબત એ છે કે ચાર મહિના પહેલાં આ યુવકના ભાઈએ પણ ગળેફાંસો ખાઈ લીધો હતો આમ એક માતાએ ચાર મહિનામાં જ બે દીકરા ગુમાવ્યા છે.

બનાવની વિગતો એવી છે કે સુરતમાં સચિન વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવાનની પ્રેમિકા પત્ની મહારાષ્ટ્ર વતનમાં હતી અને પત્નીને મળવા વતન જવા માટે યુવકે પરિવારને જાણ કરી હતી. જોકે, વતનમાં જવાના રૂપિયા ન હોવાના કારણે માતા એ વતન જવાની ના પાડતા આ વાત યુવકની લાગી આવી હતી. આટલી જ વાતમાં આ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો : થરાદ : પે સેન્ટરના આચાર્યના મહિલા સાથેની અંગત પળોના PHOTOS Viral, તપાસના આદેશ

સુરતના સચિન વિસ્તારમાં ચૂડા સેક્ટર 2 સોસાયટી ખાતે રહેતો કાશીરામ માંડવી વિસ્તારમાં કેક બનાવતી કંપનીમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. જોકે કંપનીમાં કામ કરતી એક યુવતી સાથે યુવકને પ્રેમ થઈ જતા થોડા સમય પહેલાં જ આ યુવક કે યુવતી સાથે લગ્ન કર્યા હતા પણ લગ્ન બાદ યુવતી થોડા દિવસ માટે પોતાના પીયર મહારાષ્ટ્ર ખાતે કરી હતી અને પોતાની પત્નીને મળવા માટે આ યુવાન મહારાષ્ટ્ર ખાતે જવા માગતો હતો જેને લઇને જેને માતાને મહારાષ્ટ્ર જવા માટે ની વાત કરી હતી.

આ પણ વાંચો :સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન

જ્યારે કોરોનાને લઈને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાને લઈને પૈસાની આર્થિક તંગીને લઈને માતાએ જવાની ના પાડી હતી આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, ઘટનાની જાણ થતા તેમણે બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા યુવકને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબોએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : મહિલા પ્રાધ્યાપિકાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, માસુમ બાળકે માતાનો ખોળો ગુમાવ્યો

ચાર મહિના પહેલાં જ આ યુવકના ભાઈએ પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પહેલાં પુત્રએ આપઘાત બાદ બીજા પુત્ર એ પણ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો જોકે સચિન પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Financial Crisis suicide, Gujarati news, Surat Crime, Surat news, Surat Sachin suicide, Surat suicide . Surat coronavirus

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો