Home /News /surat /સુરત: જીપના બોનેટ પર બેસીને સ્ટંટ કરતાં 'દેશી હીરો'નો વીડિયો વાયરલ

સુરત: જીપના બોનેટ પર બેસીને સ્ટંટ કરતાં 'દેશી હીરો'નો વીડિયો વાયરલ

જાહેર રસ્તા ઉપર જીપની ઉપર બેસીને સ્ટંટ કરતા શહેરભરમાં ચર્ચા

Surat Stunt Video: શહેરમાં યુવાનો વીડિયો ઉતારવાની ઘેલછામાં ઘણી વખત જીવનું જોખમ ઊભા કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

સુરત: શહેરમાં યુવાનો વીડિયો ઉતારવાની ઘેલછામાં ઘણી વખત જીવનું જોખમ ઊભા કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એક નવો સ્ટંટનો વીડિયો યુવકો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. જાહેર રસ્તા ઉપર જીપની ઉપર બેસીને સ્ટંટ કરતા શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.

સુરતમાં યુવાનો જાણે મોતને તમાશો બનાવી દીધો હોય એ પ્રકારના વીડિયો બનાવી રહ્યા છે. યુવાનો દ્વારા જીપમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન તો કર્યું જ છે પરંતુ સાથે સાથે પોતાના જીવનું પણ જોખમ ઊભું કર્યું છે. જાહેરમાં 'ભાઈ બોલે તો પીને કા..' જેવા સોંગ વગાડીને જીપના બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરી રહ્યા છે. આ પ્રકારના વીડિયો બનાવવાનો જાણે સુરત શહેરમાં ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગે છે.

જીવનું જોખમ તો ખરું કાયદાનું પણ ઉલ્લંઘન સુરતમાં યુવાનોને પોતાનો જીવનો તો ડર નથી લાગતો પરંતુ એવા સ્ટંટ કરે છે કે જેના કારણે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકાઈ જાય છે. જે પુરપાટ ઝડપે દોડાવી રહ્યા છે અને ઉપર બિન્દાસ થઈને બેસીને બધાનું ધ્યાન તેમના તરફ આકર્ષાય તે રીતે સ્ટંટ કરે છે. ચાલો જીપ ઉપરથી જો નીચે પટકાય તો તેમના જીનું જોખમ તો ઊભું થાય છે પરંતુ અન્ય રાહદારી કે વાહન ચાલકોના માટે પણ જોખમ ઉભી કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર વધશે

યુવકો ટ્રાફિક નિયમોનો પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. જોકે આ પ્રકારે યુવાનો સ્ટંડ કરતા હોવાનો આ પેલો વીડિયો વાયરલ થયો નથી. પોલીસ કોઈપણ જાતની કડક કાર્યવાહી કરતી નતી જેને લઇને આવા લોકો છાકટા બનતા હોય છે. જોકે જીભ પર દેખાતા બેમાંથી એક યુવાન તો આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના ઘરે હુમલો કરવામાં પણ હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news, Viral news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन