સુરત : ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ડિપ્રેશનની બીમારી હોવાથી અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં આવેલ સત્યનગર સોસાયટી વિભાગ નંબર 2 માં રહેતા પંકજભાઈ પટેલ અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા. તેમને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી ૨૨ વર્ષીય રાજ ભગવાન મહાવીર કોલેજ માં કોમ્પ્યુટર એન્જિનિયરના ચોથા વર્ષના સેમેસ્ટર સાતમા અભ્યાસ કરતો હતો. જ્યારે તેમનો નાનો પુત્ર ધોરણ ૬માં અભ્યાસ કરી રહ્યો હતો.
રાજને છેલ્લા ત્રણ વર્ષથી ડિપ્રેશનની બીમારી હોવાથી તેનો ઈલાજ ખાનગી સાયક્રેસ્ટિસ ડોક્ટર પાસે થતો હતો. રવિવારે તેમના પિતા પંકજભાઈની રજા હોવાથી સંપૂર્ણ દિવસ પટેલ પરિવારે ખુશીમાં વિતાવ્યો હતો. જ્યારે રાત્રે રાજ ના માતા પિતા અને તેમનો નાનો ભાઈ અલગ રૂમમાં સૂતા હતા. રાજ બીજી રૂમમાં સૂતો હતો ત્યારે રવિવારે મોડી રાત્રે પહેલા હાથની નસ કાપવાની કાપવાની નસ કાપવાની કોશિશ કરી હતી ત્યારબાદ છતના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો.
રાજે પોતાની ડિપ્રેશનની બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. રાજની માતા વહેલી સવારે રૂમમાં આવી તો રાજને લટકેલી હાલતમાં જોતા પોતે ચોંકી ગઈ હતી. તાત્કાલિક રાજના પરિવારજનોએ 108ને જાણ કરતા 108ના ડોક્ટર રાજને મૃત જાહેર કર્યો હતો. વધુમાં ઉધના પોલીસને ઘટનાની જાણ થતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.