Home /News /surat /

સુરત: સિટી બસમાં ચડવા જતાં વિદ્યાર્થીનો પગ લપસ્યો, ટાયર નીચે કચડાઇ જતાં મોત

સુરત: સિટી બસમાં ચડવા જતાં વિદ્યાર્થીનો પગ લપસ્યો, ટાયર નીચે કચડાઇ જતાં મોત

ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડવા જઇ રહ્યો હતો હતો ત્યારે તેનો પગ લપસી પડ્યો હતો

Surat Accident: મૃતકના પરિવારે બસ ડ્રાઇવરની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનું નક્કી કર્યું હતું

સુરત: શહેરની સિટી બસ જાણે સુરતના રસ્તા પર કાળમુખી કાળ બનીને દોડતી હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દત્રોત પાંડેસરા વિસ્તારમાં સીટી બસમાં ચડવા જતા એક વિદ્યાર્થીનો પગ લપસી પડ્યો હતો. જેથી આ વિદ્યાર્થી બસની નીચે કચડાઇ ગયો હતો. અકસ્માત થતા બસ ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. તે બસ લઇને તાપી જતો રહેતા પરિવારે ફરિયાદ નોંધાવી વિદ્યાર્થીની લાશ ન સ્વીકારવાનું નક્કી કર્યું હતું. આખરે પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

સુરતની બ્લુ લાઈન સિટી બસ વધુ એક વખત વિવાદમાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડવા જઇ રહ્યો હતો હતો ત્યારે તેનો પગ લપસી પડ્યો હતો અને તે બસના પાછળના ટાયરમાં આવી ગયો હતો. પાંડેસરા વિસ્તારમાં ઇન્દિરાનગર ખાતે રહેતા અને લુમસના કારખાનામાં કામ કરતાં વિજયરાજ મોર્યાનો પુત્ર વિશન મંગળવારે રાત્રે ટ્યુશનથી ઘરે જઇ રહ્યો હતો, ત્યારે પાંડેસરા ચોકડી પાસે બસમાં ચડવા જતાં તેનો પગ લપસી પડ્યો હતો અને તે બસમાંથી નીચે પટકાયો હતો. જેને લઇને તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

આ પણ વાંચો: સુરત: લિફ્ટમાં 15 વર્ષની તરુણીની છેડતી, ઇજનેર યુવકે અશ્લીલતાની હદ પાર કરી નાખી

જે બાદ પરિવારે વિદ્યાર્થીનો મૃતદેહ ન સ્વીકારવાનું નક્કી કર્યું હતું અને ડ્રાઇવરની ધરપકડ ન થાય ત્યાં સુધી વિરોધ નોંધાવવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ હતી અને મોડી રાત્રે પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં સીટી દ્વારા અકસ્માતની વધતી જતી ઘટનાઓને જોતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે વિરોધ છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી અને શહેરના રસ્તાઓ પર સીટી બસો બેફામ બનીને દોડી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Accident News, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन