Surat stray dog issue: સુરતના ખજોદમાં રવિવારે બનેલી ઘટનામાં જે બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેનું મોત થઈ ગયું છે. શહેરમાં રખડતા શ્વાન મામલે અમારા સંવાદદતા કિર્તેશ પટેલ દ્વારા મેયર હેમાલી બોઘાવાલાને આકરા સવાલો કરવામાં આવ્યા હતા.
સુરતઃ સુરતના ખજોદમાં રવિવારે શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પરપ્રાંતિ પરિવારની બે વર્ષની બાળકીનું બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. શ્વાનના હુમલાની બે મહિનાના ગાળામાં ચાર ઘટના બની છે, જેને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી છે. આવામાં ન્યૂઝ 18એ મેયર હેમલ બોઘાવાલાને આકરા સવાલ કર્યા હતા. આ ઘટનામાં મેયર સવાલોથી બચતા નજરે પડ્યા છે. અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ મેયર આ બાબતે મૌન રહ્યા હતા અને કામગીરી કરવામાં આવી રહી હોવાનું રટણ કરતા રહ્યા હતા.
સુરતઃ સુરતના ખજોદમાં રવિવારે શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પરપ્રાંતિ પરિવારની બે વર્ષની બાળકીનું બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. શ્વાનના હુમલાની એક મહિનાના ગાળામાં ચાર ઘટના બની જેને લઈને વાલીઓમાં ચિંતા વધી રહી છે. આવામાં ન્યૂઝ 18એ મેયર હેમલ બોઘાવાલા સાથે વાત કરવામાં આવી તો તેઓ ઘટનાથી બચતા નજરે પડ્યા છે.
મેયરને ન્યૂઝ 18ના આકરા સવાલ
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, "બાળકીને સારામાં સારી સારવાર મળે તે અંગેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત ક્યું છે. પરંતુ આ પછી તેમને પૂછવામાં આવેલા આકરા સવાલોથી તેઓ બચતા નજરે પડ્યા હતા. સુરતના સંવાદદાતા કિર્તેશ પટેલે તેમને સવાલ કર્યો કે, કમિશન હોય કે અધિકારી તમને ગાંઠતા નથી, બે મહિનામાં ચોથી ઘટના છે, તમે બે દિવસ પહેલા બેઠક પણ કરી હતી, પરંતુ કામગીરીના નામે ઝીરો હોય એવું તમને નથી લાગતું? જેના જવાબમાં મેયરે કહ્યું કે, સુરત કોર્પોરેશનની ટીમ, કમિશન બધા ભેગા મળીને કામ કરે છે, ડૉગ બાઈટની ઘટના ખુબજ આઘાત જનક ઘટના છે, સમગ્ર ટીમ એક દિશામાં નિવારણ માટે કામગીરી કરી રહી છે.
આ પછી કિર્તેશે સવાલ કર્યો કે, તમે ચાલુ ઈન્ટરવ્યુમાં ફોન કાપી નાખો છો, કમિશનર ફોન ઉપાડતા નથી, વહીવટી અધિકારીઓ કહે છે કે અમે કામ કરીએ છીએ તમે ટીવી પર ખોટું બતાવો છો.. આ સવાલના જવાબમાં મેયરે કહ્યું કે, સુરત મહાનગર પાલિકાની ટીમ રખડતાં કૂતરા મામલે દિવસ દરમિયાન શું કામગીરી થઈ છે તેનો રિપોર્ટ મેળવે છે, અને તેના આધારે કામગીરી કરવામાં આવતી હોય છે અને ટીમ કામ કરી રહી છે.
સુરત મેયર હેમાલી બાઘાવાલાને આકરા સવાલ
મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ નથી કરતા એ વિશે તમે શું કહેશો તેના જવાબમાં મેયર બોલ્યા કે, સુરતની વહીવટી ટીમ હંમેશા આના માટે કાર્યરત રહે છે. તેઓ સતત ટીમ કામ કરે છે તેવો જવાબ આપતા રહ્યા હતા, પરંતુ અધિકારીઓ કામ નથી કરતા તે બાબતે મૌન રહ્યા હતા.
તેમણે એ પણ જણાવ્યું હતું કે સુરતમાં રખડતાં કૂતરા પકડવા માટે વિવિધ ટીમો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ હેમાલી બોઘાવાલાએ જણાવ્યું છે.
સુરતમાં શ્વાનના હુમલા બાદ બાળકીનું મોત, સુરતના ખજોદમાં બાળકી પર કર્યો હતો હુમલો, બીજી તરફ મેયર જવાબ આપવાને બદલે બચી રહ્યા છે!#gujarat#suratpic.twitter.com/2uxYQix1gx
શ્વાનના હુમલામાં ઘાયલ થયેલી બાળકીની હાલત ખુબજ ગંભીર હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO ડૉ. કેતન નાયકે જણાવ્યું કે, "બાળકીના શરીર પર 55થી 60 જેટલા બચકાં ભર્યાના નિશાન હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા હતી. જેના કારણે મોટો ખાડો પડી ગયો હતો. બાળકીને તાત્કાલિક સારવાર આપ્યા બાદ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને સર્જરી સહિતની તમામ આધુનિક સારવાર આપવામાં આવી હતી." આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે, "બાળકીની 2થી અઢી કલાક સર્જરી ચાલી હતી. આ પછી બાળકીને પીડિયાટ્રિક વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી." જોકે, બાળકીની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેનો જીવ બચાવી શક્યો નથી.