Home /News /surat /સુરત: રખડતાં ઢોરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા, એક કલાકની મહેનત બાદ ઢોર પકડાયું

સુરત: રખડતાં ઢોરે વૃદ્ધ મહિલાને અડફેટે લીધા, એક કલાકની મહેનત બાદ ઢોર પકડાયું

રાહદારી વૃદ્ધ મહિલાને ગાયે અડફેટે લીધા હતા

Stray Cattle Attack: ગાયે અડફેટે લેતા વૃદ્ધ મહિલાને ઇજાઓ પહોંચી હતી. વૃદ્ધ મહિલાને બચાવવા માટે લોકો લાકડીઓ લઈને દોડ્યા હતા

    સુરત: સુરતના ચલથાણ ગામ ખાતે રખડતા ઢોરના ત્રાસની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે રાહદારી વૃદ્ધ મહિલાને ગાયે અડફેટે લીધા હતા. ગાયે અડફેટે લેતા વૃદ્ધ મહિલાને ઇજાઓ પહોંચી હતી. વૃદ્ધ મહિલાને બચાવવા માટે લોકો લાકડીઓ લઈને દોડ્યા હતા. આ ઘટનાની જાણ પંચાયત અને ગૌરક્ષકોને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગૌરક્ષકોએ ગાયને એક કલાકની મહામહેનત બાદ પકડી હતી. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.



    રખડતાં ઢોર મામલે હાઇકોર્ટ દ્વારા તંત્રને દોડતું કરવા છતાં હજુ પણ રાજ્યમાં અનેક જગ્યાએ સ્થિતિ યથાવત છે. દિવસને દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. રખડતાં ઢોરોને અડફેટે અનેક લોકો આવી રહ્યા છે, ત્યારે હજુ રસ્તાઓ પર ઢોરો અડિંગો જમાવતાં જોવા મળી રહ્યા છે. રસ્તે પસાર થતાં લોકો તેમજ વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈકોર્ટની મહાનગરપાલિકાને ફટકાર બાદ હજુ પણ અહીં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. રહીશોને ઢોરની અડફેટે આવી જવાનો પણ ભય સતાવી રહ્યો છે.

    આ પણ વાંચો: રસ્તે રખડતી રંજાડ ! હાઇકોર્ટના આદેશ બાદ જુઓ રિયાલિટી ચેકમાં સામે આવ્યા આવા દ્રશ્યો

    બીજી બાજુ, ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્યભરનું તંત્ર રખડતા ઢોરને પકડવા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ સંજોગોની વચ્ચે હાલ ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના પણ સામે આવી રહી છે. રાજકોટના અમૂલ સર્કલ પાસે વહેલી સવારે છ વાગ્યે ઢોર પકડ પાર્ટીના ડ્રાઇવર તેમજ મજૂર ઉપર બે અજાણ્યા શખ્સોએ કેમિકલ સ્પ્રે છાંટી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે તાત્કાલિક અસરથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News, Stray Cattle

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन