Home /News /surat /સુરત : પત્નિનાં હતા અનૈતિક સંબંધોથી અકળાયેલા પતિએ તેનાં જ પુત્રની કરી નાંખી હત્યા
સુરત : પત્નિનાં હતા અનૈતિક સંબંધોથી અકળાયેલા પતિએ તેનાં જ પુત્રની કરી નાંખી હત્યા
પત્નીનાં અનૈતિક સંબંધથી કંટાળી પતિએ પૂત્રની કરી હત્યા
Surat Crime News: સુરતનાં અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા 12 વર્ષીય ઝાકીર થઈ જજે 31 ઓક્ટોબરનાં બપોરે પરિવાર સાથે મકાઈ પુલ પર પહોંચ્યો હતો અને ત્યાં બાળકનું તાપી નદીમાં પડી ગયાની જાણકારી સુરત ભાઈ વિભાગને આપવામાં આવી હતી
બે દિવસ પહેલા સુરતની (Surat City) મકાઈ પુલ નજીક સેલ્ફી પાડવાં જતાં બાળકનું તાપી નદીમાં પડી ગયા બાદ (Tapi River) બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરતાં આવનારી વિગતો સામે આવી હતી પત્ની સાથેનાં દરરોજનાં ઝઘડામાં (Husband Wife Fight) પતિ કંટાળી ગયો હતો. તેની પત્નીનાં અન્ય પુરુષ સાથેનાં અનૈતિક (Immoral Relationship) સંબંધોને લઈને કંટાળેલા પતિએ પુત્રને તાપી નદીમાં ફેંકી તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સુરતનાં અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં રહેતા 12 વર્ષીય ઝાકીર થઈ જજે 31 ઓક્ટોબરના બપોરે પરિવાર સાથે મકાઈ પુલ પર પહોંચ્યો હતો અને ત્યાં બાળકનું તાપી નદીમાં પડી ગયાની જાણકારી સુરત ભાઈ વિભાગને આપવામાં આવી હતી જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં બાળકને સેલ્ફી લેતા સમયે આ બાળક તાપી નદીમાં પડી ગયા હોવાનું પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું જોકે આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ચોંકાવનારી વિગતો સામે આવી હતી
કહી શકાય કે જે બાળક તાપી નદીમાં પડી ગયું તો તેના પિતા સઈદ ઈલ્યાસ શેખની પૂછપરછ શરૂ કરતાં તે તૂટી પડયો હતો અને તેને પત્ની સાથેનાં પારિવારિક ઝઘડા અને ખાસ કરી પત્નીનાં અન્ય વ્યક્તિ સાથેનાં અનૈતિક સંબંધોને લઈને તે કંટાળી ગયો હતો.આ ઉપરાંત આ બાળક પણ પત્નીનાં પ્રેમીને અબ્બા કહીને બોલાવતો હતો જેને લઇને પિતાને ગુસ્સો આવ્યો હતો
જેને લઇને આ પિતા પરિવાર સાથે મકાઈ પુલ પહોંચ્યો હતો અને ત્યાં બાળકને તાપી નદીમાં ફેંકી દીધું હતું જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી અત્યારે પિતાની ધરપકડ કરી છે જોકે પતિ-પત્નીનાં બનાવને લઇને પતિ પત્ની છેલ્લા લાંબા સમયથી અલગ રહેતા હતા અને દિવાળી હોવાથી પોતાના બાળકને ફટાકડા આપવા માટે ઘરેથી લઈને નીકળ્યો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો જો કે બાળકની શોધખોળ બાદ ત્રણ દિવસ બાદ બાળકની રાજસ્થાની નદીમાંથી મળી આવી હતી જોકે પોલીસે આ મામલે વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે