Home /News /surat /સુરત: મુંબઇથી 60 લાખનું ડ્રગ્સ લઇને આવી રહેલા 4 ઝડપાયા, તહેવાર ટાળે SOGનું ઓપરેશન

સુરત: મુંબઇથી 60 લાખનું ડ્રગ્સ લઇને આવી રહેલા 4 ઝડપાયા, તહેવાર ટાળે SOGનું ઓપરેશન

ચારેય લોકો મુંબઈથી સુરત લાવી રહ્યા હતા ડ્રગ્સ

Surat SOG drugs: મુંબઇથી 60 લાખનું ડ્રગ્સ લઇને આવી રહેલા 4 ઝડપાયા. દિવાળી હોવાને લઇને ડ્રગ્સની માગ વધતાં સુરતના સાત લોકોએ ચાર શખ્સોને ડ્રગ્સ લેવા મુંબઈ મોકલ્યા હતા.

સુરત: હાલમાં દિવાળી હોવાને લઇને ડ્રગ્સની માગ વધી છે, તેવામાં મોટાભાગના ડ્રગ્સનો વેપાર કરતાં આરોપી જેલમાં હોવાની સાથે ડ્રગ્સના ભાવ વધી જતાં સુરતના સાત લોકોએ ચાર જેટલા શખ્સોને ડ્રગ્સ લેવા મુંબઈ મોકલ્યા હતા. આ શખ્સો ડ્રગ્સ લઇને સુરત આવતા સુરત SOG પોલીસે બાતમીના આધારે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રગ્સ અને ગાડી મળીને 66 લાખનો મુલામલ કબ્જે કર્યો છે.

ડ્રગ્સની અછત હોવાથી મુંબઇથી લાવ્યા હતા ડ્રગ્સ

સુરત પોલીસે શહેરમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવાના અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 200 જેટલા આરોપી જેલ હવાલે કર્યા છે, ત્યારે શહેરમાં ડ્રગ્સની અછત હોવા સાથે તેની માંગ વધી છે. તેવામાં કમાણીના ઇરાદે સુરતના ચાર જેટલા યુવાનો મુંબઈ ખાતેથી ડ્રગ્સ લઇને સુરત આવી રહ્યા હતા. આ અંગે બાતમીના આધારે સુરત SOG પોલીસે વોચ રાખીને સુરત સચિન પોલીસ સ્ટેશન કપ્લેતા ચેક પોસ્ટ પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.


આ પણ વાંચો: ઢોરની અડફેટે યુવાનનું મોત, બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

590 ગ્રામ ડ્રગ્સ સાથે 66 લાખનો મુદ્દામાલ કબ્જે

પકડાયેલા આરોપીઓ અઝહરૂદ્દીન ઉર્ફે કેલા હસનોદ્દીન શેખ, મો.રીજવાન ઉર્ફે સ્માર્ટી મો.અલી શેખ, મો.તોહિદ મો.આરીફ શેખ,  ઈમરોજ ઈદ્રીશ શેખને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરીહ તી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, સુરતના સાત જેટલા લોકો આ ડ્રગ્સ મગાવી સુરતમાં વેચાણ કરવાના  હતા. જોકે, પોલીસે તમામ આરોપીની ઓળખ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 590 ગ્રામ ડ્રગ્સ કબ્જે કર્યો હતો. જેની કિંમત 59 લાખ છે. પોલીસે ડ્રગ્સ ઉપરાંત ગાડી અને મોબાઈલ મળીને 66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ડ્રગ્સ મુંબઇમાંથી કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોણે મગાવ્યો હતો, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news