Home /News /surat /સુરત ક્રાઇમ કેપિટલ બનવા તરફ, જાહેરમાં છરી, ચપ્પુ તથા તલવાર લઇ રખડતા 7 ઇસમો ઝડપાયા
સુરત ક્રાઇમ કેપિટલ બનવા તરફ, જાહેરમાં છરી, ચપ્પુ તથા તલવાર લઇ રખડતા 7 ઇસમો ઝડપાયા
સુરત SOG એ ઘાતક હથીયારો લઈને ફરતા 7 ઇસમોને ઝડપી પાડ્યા છે
Surat Police: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અને હથિયાર બંધીના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે એસઓજી પોલીસે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી છે. અને આવા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે
સુરત શહેર (Surat City)માં એસઓજી પોલીસે (Surat SOG Police)જાહેરમાં છરી, ચપ્પુ તથા તલવાર જેવા ઘાતક હથીયારો લઈને ફરતા 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ (Police Petroling) હાથ ધર્યું હતું અને ચોકબજાર, પાંડેસરા તથા લીંબાયત વિસ્તારમાંથી આરોપીઓ (Surat Crime)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં એસઓજી પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ શરુ કર્યું હતું. આ દરમ્યાન પોલીસે ચોકબજાર, પાંડેસરા તથા લીંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી જાહેરમાં છરી, ચપ્પુ, તલવાર જેવા ઘાતક હથીયારો લઈને ફરતા 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાંડેસરા ખાતે રહેતા બબલુ બબ્બે પ્રસાદ શાહુ, વડોદગામ પાસે રહેતા સંદીપ ઉર્ફે ગુડ્ડુ સીતારામ ગીન્ડે, ગોપીપુરા ખાતે રહેતા દિવ્યેશ ધનસુખભાઈ રાઠોડ, લાલગેટ પાસે રહેતા બબનસિંગ જીતુંસિંગ અંદરેલી, ભેસ્તાન પાસે રહેતા મોહિત રામજસ પટેલ, લીંબાયત ખાતે રહેતા રઝાક નથ્થુ શા અને ઉધના ખાતે રહેતા સદામ રસીદ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે હથિયાર બંધીના જાહેરનામાં ભંગ અંગે 7 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અને હથિયાર બંધીના જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે એસઓજી પોલીસે અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી છે. અને આવા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા જાહેરમાં ઘાતક હથિયારો લઇ ફરતા ઇસમોને ઝડપી પાડી ગુનાખોરી ડામવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે પોલીસ દ્વારા સતત આ પ્રકારનું પેટ્રોલિંગ કરી ગુનો બન્યા પહેલા જ આરોપીઓને પકડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ભૂતકાળના કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.