સુરત : સુરત સ્પેશિયલ ઑપરેશન (Surat SOG) ગ્રુપ દ્વારા આજે બાંગ્લાદેશી (Bangladesh) યુવતીઓને દેહવિક્રય કરાવતા એક દલાલને ઝડપી પાડ્યો છે. આ દલાલ વિરુદ્ધ રાજસ્થાનના (Rajasthan) કોટા શહેરમાં માનવ તસ્કરી (Human Trafficking) અંગે ગુનો દાખલ થયો હતો. જોકે, આ શખ્સ આજે સુરત પોલીસના હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવવામાં આવતા દેહવ્યાપારનું મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે. ફિલ્મોની કહાણી જેવા આ નેટવર્કની હકિકતો એવી છે કે સુરત એસઓજીએ આજે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજાની ધરપકડ સુરતની લીંબાયતા પાસે આવેલી મદીના મસ્જીદ પાસેથી કરી છે. આ આરોપીની પૂછપરછમાં પોલીસને આંખ ઉઘાડનારી સેક્સ રેકેટની ચોંકાવનારી વિગતો સાપડી છે
આ આરોપીએ પોલીસને જણાવ્યું કે બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના પરિવારની સગીરવયની છોકરીઓને પરિવારને પૈસાની લાલચ આપી તસ્કરી કરી અને ભારતમાં લાવવામાં આવતી હતી. પછી આ છોકરીઓને યેન કેન પ્રકારે તૈયાર કરી અને તેમની પાસે દેવ વેપાર કરવામાં આવતો હતો.
આ આરોપીએ આવા દલાલોને સંપર્ક કરી અને તસ્કરી કરી લાવેલ છોકરીઓને મેળવી અને અલગ અલગ શહેરમાં દેવવેપાર માટે મોકલતા હતા.
દરમિયાન ભોગ બનનાર છોકરી ચાર વર્ષ પહેલાં લાવવામાં આવી હતી. તેની પાસે મુંબઈમાં થોડા દિવસ દેહવેપાર કરાવાયા બાદ અગાઉ ઝડપાયેલો સુલ્તાન કાયઝર મુસ્લીમ પાસે મોકલવામાં આવી હતી. આ સુલતાને ભોગ બનનાર યુવતીને આજે એસઓજીએ પકડેલા આરોપી પાસે મોકલી આપી હતી.
આરોપીએ તેને થોડા દિવસ દેહવેપાર કરાવી અને રાજસ્થાનના કોટા શહેરમાં દેહવેપાર માટે મોકલી આપી હતી પરંતુ પીડિતા ત્યાંથી ભાગી છુટી અને પોલીસ પાસે જતી રહી હતી. જ્યારે આ આરોપી વિરુદ્ધ કોટા પોલીસમાં ગુનો દાખલ થયો હતો.
આ આરોપી ગુનો દાખલ થયો ત્યારે વડોદરાના છાણી જકાત નાકા પાસે રહેતો હતો અને પોલીસ તેને શોધતી હતી ત્યારે તે પોતે વડોદરાથી ભાગી અને નવસારી ટોરેંટો બજાર ખાતે જતો રહ્યો હતો ત્યાં એક ફ્લેટ રાખી અને તેણે દેહવેપારનો ધંધો શરૂ કર્યો હતો. દરમિયાન વર્ષ 2018માં નવસારી પોલીસની રેડમાં 17મી એપ્રિલે આ આરોપી ઝડપાયો હતો. ત્યારે તેની સામે નવસારી ટાઉન પોલીસમાં ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં તે જામીન મુક્ત થઈને આવ્યો હતો. દરમિયાન આજે એસઓજીને આ શખ્સ વિશે બાતમી મળતા તેની ધરપકડ કરી અને રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસને સોંપવા જાણ કરી છે. તેની સામે કોટાના કૈથુનીપોલ પોલીસ સ્ટેશનમાં ઈપીકોને કલમ 366 અ, 366 બી, 368, 370, 370એ, 370 (4), 372, 373, 376, 120(બી) તથા પોક્સ એક્ટની કલમ 3,4,5,6,7,8,16,17 મુજબ ગુના દાખલ થયા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર