સુરત પાલિકા સંચાલિત સ્મીમેર (surat smmimer covid hospital) હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત (Patients of coronavirus) એક રત્નકલાકારનો પુરતી સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જોકે આ વીડિયોમાં આ રત્નકલાકર કહે છે કે, કૈક કરો નહીંતર હું અહીંયા મરી જઈશ. તે રત્નકલાકરનું આજે કોરોના સારવાર દરમિયાન મોત થયું છે, જોકે સવારે રત્નકલાકાર મરી ગયો હતો અને પરિવારને છેક સાંજે જાણકારી આપવામાં આવતા હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે.
સુરતમાં કોરોના સારવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે લેતા રત્નકલાકારે તેના ભાઈને ફોન કરીને હોસ્પિટલમાં ગંદકી સાથે સારવાર થતી નથી તેવી હકીકત જણાવી હતી. જોકે આ વાતની ઓડિયો કલીપ સાથે વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દી કહે છે કે, 'અહીં મને કોઈ પૂછવા પણ કોઈ નથી આવતું. ડૉક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મુંઝારો થાય તેવું કહીએ તો ઉંઘા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ'.
રત્નકલાકારનો (surar corona patient viral video) આ વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસી રહે છે. મૂળ અમરેલી બોરડી ગામના વતની છે અને સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. હાલ તેમની પત્ની અને એક પુત્ર તેમજ પુત્રી વતનમાં છે. દરમિયાન 17મીના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
સુરતમાં રહેતા ભાઈઓ જ હાલ તેમને મદદ કરે છે. તેમણે ત્રણ દિવસ દરમિયાન તેમને દાખલ કર્યા હોવાની વચ્ચે કોઈ સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ વીડિયોના કારણે મોટો આક્ષેપ લાગ્યો છે. જો ખરેખર આ વીડિયો સાચો હોય તો લાલિયા વાડીના પુરાવા સમાન ગણી શકાય. કોરોના સારવાર લઇ રહેલ આ રત્નકલાકરનું આજે સવારે મોત થયું હતું, જોકે પરિવારને છેક સાંજે જાણકારી આપવામાં આવી હતી અને પરિવારે આ બાબતે પૂછતાં તમારો ફોન સવારથી લાગતો નથી તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલની લાલિયાવાડી રત્નકલાકરે જીવતા આપી અને ત્યાર બાદ તેના મોત બાદ પણ જાતે હોસ્પિટલે પોતાની લાલિયાવાડીના પુરાવા આપીને પોતાની નફ્ફટાઈ બતાવી છે.