Home /News /surat /સુરત : કર્મકાંડી બ્રાહ્મણ પરિવારની મહિલાની હત્યા, પતિ-દીકરો ઘરે હતા છતાં અજાણ હોવાનું રટણ

સુરત : કર્મકાંડી બ્રાહ્મણ પરિવારની મહિલાની હત્યા, પતિ-દીકરો ઘરે હતા છતાં અજાણ હોવાનું રટણ

સુરતમાં મહિલાની હત્યાથી ચકચાર સ્વિટી પટેલ બાદ વધુ એક પરિણીતાનો કરૂણ અંજામ

Surat News : સુરતના ઈચ્છાપોર ગામે ઘરમાં જ મહિલાની હત્યા, પતિ અને દીકરાનુ રટણ રાતના અંધારામાં હત્યા થઈ ગઈ અમને જાણ નથી, પોલીસ ત્રીજુ નેત્ર ઉઘાડે તો રહસ્ય ખુલવાની આશંકા

સુરત : ઈચ્છાપોરના (Surat) દામકા (Damka) ગામે રહેતા કર્મકાંડી (Brahmin Family) બ્રાહ્મણ પરિવારની મહિલાની  (Woman) આજે વહેલી સવારે ઘરમાં જ તીક્ષ્ણ હથિયારના (Stgabbed) ધા ઝીંકી હત્યા (Murder)  કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાની સાથે જ ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનો પતિ અને પુત્ર પણ ઘટના બની ત્યારે ઘરે જ હતા પરંતુ તેઓ આ હત્યાથી અજાણ હોવાનું રટણ કરી રહ્ના છે. ઘરે પુત્રની સગાઈને લઈને ઝઘડો થયો હતો. પોલીસે પતિ-પુત્રને શંકાના દાયરામાં લઈને  પરિણીતાની અંતિમક્રિયા બાદ ઉલટ તપાસ કરનાર હોવાનું જાણવા મળે છે.

આ ચકચારી કેસની વિગતો એવી છે કે  ઇચ્છાપોરના દામકા ગામમાં રહેતા વસંતભાઇ જાશી તેની પત્ની ગીતાબેન અને પુત્ર કરણ સાથે રહે છે. પિતા પુત્ર કર્મકાંડીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે સવારે છ વાગ્યાના અરસામાં ૫૫ વર્ષીય ગીતાબેન ઘરમાં સુતા હતા ત્યારે શરીરના ભાગે તીક્ષણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

આ પણ વાંચો : સુરત : સુપરસ્ટોરમાં ધોળેદિવસ ચોરીનો CCTV Video, ગઠિયો 'ગલ્લા પૂજન' કરી ગયો

ગીતાબેનની ઘાતકી હત્યાને પગલે દામકા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ઇચ્છાપોર પોલીસ મથકના પીઆઇ ઍસ.જે.પંડયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે તપાસ કરતા ગીતાબેનની હત્યા થઇ ત્યારે તેનો પતિ વસંત અને પુત્ર કરણ પણ ઘરે હાજર જ હતા. પરંત્તુ તેઓઍ પોલીસ આગળ રટણ કર્યું હતું કે તેઓ હત્યાથી અજાણ છે.

આ પણ વાંચો : ફિલ્મી નહીં રિયલ HERO : ACBના કમાન્ડોએ કેનાલની તાર કાપી ઝંપલાવ્યું, બે લોકોના જીવ બચાવ્યા

સવારે ઉઠીને જાયું તો ખબર પડી કે ગીતાની હત્યા થઇ છે. પોલીસને પિતા-પુત્રની વાત શંકા ઉપજાવનારી લાગી રહેવાની સાથે પુત્રની સગાઈને લઈને ઘરે ઝઘડો પણ થયો હોવાનુ બહાર આવતા પોલીસે પિતા-પુત્રને શંકાના દાયરામાં લઈ નજર રાખી છે. હાલ તો પોલીસે ગીતાબેનની લાશને પોસમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પીઆઇ પંડયા ઍ જણાવ્યું હતું કે ગીતાબેનની અંતિમક્રિયા બાદ પિતા-પુત્રની ઉલટ તપાસ કરવામાં આવશે.
Published by:Jay Mishra
First published:

Tags: Gujarati news, Surat crime news, Surat Ichhapore woman Murder, Surat news, Surat shocking News, Surat. murder