Home /News /surat /સુરત: ચોંકાવનારો કિસ્સો, ખોટી સંગતે ચડેલા યુવકે મોજશોખ માટે આવી ઘટનાને આપ્યો અંજામ

સુરત: ચોંકાવનારો કિસ્સો, ખોટી સંગતે ચડેલા યુવકે મોજશોખ માટે આવી ઘટનાને આપ્યો અંજામ

21 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

Surat Shocking Case: 21 લાખની ચોરીનો ભેદ ઉકેલતી સુરત પોલીસની પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી કેફિયત

સુરત: સુરતના સીટી લાઈટ વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી 21 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે. આ ચોરી કરનાર અન્ય કોઈ નહીં પણ બેકાર અને મિત્રોની સંગતમાં મોજશોખ પૂરા કરવા માટે કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નીકળ્યો છે. પોલીસે આરોપી પાસેથી 8.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આવા ચોરી કરતા શખ્સોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ઉમરા પોલીસની હદમાં 19 તારીખના રોજ નેમિનાથ એપાર્ટમેન્ટ મહેશ્વરી ભવનની સામે સીટીલાઈટ રોડ ખાતે રહેતા પ્રિયાંક શાહએ સુરતની ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરે કાચની બારીની સ્લાઇડ તોડી ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરો ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના, રોકડા, મોબાઈલ મળીને કુલ 21,00,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ફરિયાદને આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણકારી મળી હતી કે, મૂળ ઉત્તર પ્રદેશના સિકંદરાબાદના હસનીપુરનો રહેવાસી અને હાલમાં માનસરોવર બંગલો પાસે રહેતો સુમિત રાજપુત નામના યુવકનું ચોરીમાં સંડોવણી છે. જેના આધારે પોલીસે યુવકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે આ યુવક પાસેથી 7 લાખ 70 હજાર રોકડા, મોબાઈલ ફોન, મોટરસાયકલ મળીને 8.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ચાંદલોડિયામાં નજીવી બાબતે મારામારી બાદ ફાયરિંગ થતાં મચી નાશભાગ

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી છેલ્લા ચાર-પાંચ મહિનાથી બેકાર હતો અને મિત્રની સંગતમાં તથા પોતાના મોજસગોખ પૂરા કરવા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કોમ્પ્લેક્સમાં તેની અવર-જવર હતી. તેણે આ કોમ્પ્લેક્સની પાછળના એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરી બારી મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ આ મકાનમાંથી 21 લાખ રૂપિયાની ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. જેને લઈને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन
विज्ञापन