Home /News /surat /સુરત: મિલમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

સુરત: મિલમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Surat News: લિફ્ટ તૂટી પડતા ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે.

    સુરત: શહેરમાં દશેરાના દિવસે જ ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલી શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 35 વર્ષના ઉમાકાન્ત કોનોજીયાનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    ભટાર વિસ્તારમાં આવેલા શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી છે. બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય લોકો ઘવાયા છે. જ્યારે ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

    મૃતકનું નામ


    ઉમાકાન્ત છોટેલાલ કનોજીયા (ઉ.વ. 35 રહે. શાંતિવન મિલ)

    ઇજાગ્રસ્ત


    સંદીપ મુનિલાલ કનોજીયા (ઉ.વ 24)
    કનૈયા સુરેશ પારિક (ઉ.વ 24)
    રાજ શત્રુઘ્ન ઝા (ઉ.વ 32)
    અજય છોટેલાલ ભાન (ઉ.વ 25)
    રાજકુમાર સરોજ ( ઉ.વ 20)
    શ્યામ બચીલાલ સરોજ (ઉ.વ 28 રહે. શાંતિવન મિલ)
    સતેન્દ્ર રામ તિવારી ( ઉ.વ 29 રહે. શાંતિવન મિલ)


    અરવલ્લીના અકસ્માતમાં બે લોકોનાં મોત


    જિલ્લાના ભિલોડામાં ઝીંઝોળી પાસે રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં બાઇક ચાલક અને રીક્ષા ચાલકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રિક્ષામાં સવાર અન્ય ઇજાગ્રસ્ત મુસાફરોને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને રિક્ષા અલગ અલગ દિશામાં ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માત એટલો ધડાકાભેર થયો હતો કે, આસપાસના વિસ્તારના રહેવાસીઓ પણ દોડી આવ્યા હતા. હાલ ભિલોડા પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અને મૃતકો કોણ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, ગુજરાત, સુરત

    विज्ञापन
    विज्ञापन