Home /News /surat /સુરત : સ્કૂલવાને રિવર્સ મારતા રૂવાંડા ઉભા કરતો અકસ્માત, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત : સ્કૂલવાને રિવર્સ મારતા રૂવાંડા ઉભા કરતો અકસ્માત, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

સુરત અમરોલી સ્કૂલ વાન અકસ્માત - સીસીટીવી વીડિયો

અકસ્માતના પગલે ઇજાગ્રત વિદ્યાર્થીને સાર વાળ  માટે હોસ્પિટલ ખસેડાઈ પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ

સુરત : અમરોલી (Amroli) વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સ્કૂલ વાન (School Van) ચાલકે બસ રિવર્સ લેતા એક વિદ્યાર્થીનીને અડફેટ લીધી હતી. જોકે આ વિદ્યાર્થીને ઇજા થતાં સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (School Van Accident) થતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સુરતના અમરેલી વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સવારના સમયે બાળકોને સ્કૂલે લઈ જવા માટે આવતી એક વેન રિવર્સ મારી રહી હતી, તે સમયે વેનની પાછળ ચાલી રહેલી વિદ્યાર્થીનીને બસ ચાલકે અડફેટ લેતા ગંભીર રીતે ઈજા પહોંચી હતી.



ઘટનાના પગલે સ્થાનિક લોકો દોડી આવી તત્કાલીકા વિદ્યાર્થીનીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સ્કૂલ વેને રિવર્સ મારતા સમયે બનેલી આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અકસ્માતની આ ઘટના નજીકના સીસીટીવી માં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે, સ્કૂલ વેન ચાલકની બેદરકારી દેખાઈ રહી છે, ગાડી રિવર્સ મારતા સમયે ડ્રાઇવરનું ધ્યાન રહ્યું ન હતું, જેને લઈને અકસ્માત થયો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે પથ્થરનો જવાબ ફુલથી આપ્યો, જુઓ શું છે મામલો?

આ ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવતા, અમરોલી પોલીસે ગુનો દાખલ કરી ડ્રાઇવરની ધરપકડના ચક્રો ગતિમાન કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, સ્કૂલના બાળકોને માતા-પિતા વિશ્વાસ રાખી આ પ્રકારની સ્કૂલ વાનમાં મોકલે છે, ત્યારે ડ્રાઇવરો કેટલા બે ધ્યાન હોય છે. આ ઘટના પરથી સાબિત થાય છે. ઘટનાને લઈને સ્કૂલ વેન ચાલકો સામે વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Surat Accident, Surat Accident Video, Surat news, સુરત પોલીસ, સુરત સમાચાર