Home /News /surat /સુરતીલાલાઓ માટે નવલું નજરાણું: સફેદ વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી

સુરતીલાલાઓ માટે નવલું નજરાણું: સફેદ વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી

રાજકોટથી વાઘની જોડી સુરત લાવવામાં આવી.

Sarthana zoo: છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલું સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલ જ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

સુરત: સુરત મહાનગરપાલિકા સુરતીઓ માટે નવલું નજરાણું લાવી છે. પાલિકા સંચાલિત સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ-વાઘણની જોડી રાજકોટ ઝૂમાંથી લાવવામાં આવી છે. જેના અવેજમાં એક જળ બિલાડી અને દીપડાની જોડી આપવામાં આવી છે. રાજકોટ ઝૂમાંથી લાવવામાં આવેલી સફેદ વાઘ- વાઘણની જોડી આગામી દિવસોમાં સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે હાલ જ સંગ્રહાલયમાં સિંહણ દ્વારા એક બચ્ચાંને જન્મ આપવામાં આવ્યો છે. જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે આગામી દિવસોમાં ખુલ્લું મૂકવામાં આવશે.

છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલું સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલ જ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોરોનાના કારણે સતત દોઢ વર્ષ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રહ્યું હતું. જ્યાં પ્રાણી સંગ્રહાલય શરૂ થતાં જ પાલિકા દ્વારા સુરતીઓ માટે નવલું નજરાણું લાવવામાં આવ્યું છે. ખાસ રાજકોટ ઝૂમાંથી પાલિકા દ્વારા સફેદ વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. જેના અવેજમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલય દ્વારા એક જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝૂને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: IRCTCની ખાસ ઑફર: રૂપિયા 11,340માં કરો ભારત દર્શન, 12D-11Nનું ખાસ પેકેજ, 29 ઓગસ્ટથી દોડશે ટ્રેન 

હાલ બંને વાઘ- વાઘણને 15 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બંનેના ભોજન સહિતની વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો વાઘ- વાઘણને નિહાળી શકે તે માટે પંદર ઓગસ્ટથી આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા છ માસથી સુરત મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ઝૂના સંચાલકો સાથે પત્રવ્યવહાર ચાલી રહ્યો હતો. જેના અંતે સફેદ વાઘ- વાઘણની જોડી આખરે સુરત સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે લાવવામાં આવી છે.

આ પણ વાંચો: આવતીકાલે (ચોથી ઓગસ્ટ) એક સાથે ખુલશે ચાર IPO, બેંક બેલેન્સ રાખો તૈયાર! 
" isDesktop="true" id="1120365" >

સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હાલ સિંહણ દ્વારા બેબી સિંઘણને જન્મ આપવામાં આવ્યો છે, જે એક સારા સમાચાર સામે આવ્યા છે. બેબી સિંહનને પણ હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. જેને પણ આગામી દિવસોમાં મુલાકાતે આવતા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: SMC, Tiger, Zoo, રાજકોટ, સિંહ