Home /News /surat /આપદાને સુરતે બદલી અવસરમાં : પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલિંગ કરી બનાવ્યો રોડ

આપદાને સુરતે બદલી અવસરમાં : પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલિંગ કરી બનાવ્યો રોડ

સુરત રોડ

4 વર્ષમાં 70.000 જેટલા મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલિંગ કરી તેમાંથી 21 કિલોમીટર પ્લાસ્ટિક રોડ બનાવાયો

એક તરફ જ્યારે પ્લાસ્ટિક વેસ્ટ (Plastic Waste) એક વૈશ્વિક સમસ્યા બની રહે છે તેની સામે સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટનો બેસ્ટ ઉપયોગ કરવાની એક તરકીબ શોધી કાઢી છે સુરતવાસીઓએ (Surat City) પ્લાસ્ટિક નીવારણની સમસ્યાનું સમાધાન શોધી કાડ્યું છે. સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિક (SMC)  માંથી રોડ બનાવવામાં આવ્યાં છે. સુરતમાં માત્ર ચાર જ વર્ષમાં 70,000 જેટલા મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલિંગ કરી તેમાંથી 21 કિલોમીટર પ્લાસ્ટિક રોડ બનાવવામાં આવ્યો છે જેથી ચોક્કસપણે કહી શકાય કે સુરત દેશનું રિસાયક્લિંગ મોડલ છે.

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક વેસ્ટ સૌથી મોટી સમસ્યા ઉભી થઇ રહી છે કારણકે પ્લાસ્ટિકને નષ્ટ કરી શકાતું નથી જેથી તેનું વેસ્ટેજ વધી રહ્યું છે જોકે આ સમસ્યાનું સમાધાન સુરત શેહરનાં કોર્પોરેશન દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે. આ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ કરી તેમાંથી રોડ બનાવવામાં આવ્યા છે.

આ મામલે સુરત શહેર કોર્પોરેશનનાં કમિશ્નર બચ્છાનિધિ પાનીનું કહેવું છે કે, પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વભરની સમસ્યા છે ત્યારે સુરતે આપદાને અવસરમાં બદલી છે. સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં રોજ 220 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાંથી 65થી 70 મેટ્રિક ટન કચરનાં સંગ્રહને રિસાઇકલ માટે પ્રોસેસ કરાય છે. તેમાંથી 8% વેસ્ટ તો પ્લાસ્ટિક રોડ બનાવવાની પ્રક્રિયામાં વપરાય છે. છેલ્લાં 4 વર્ષમાં 70 હજાર મે.ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરાયું છે. આ સિદ્ધિને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે વખાણી સુરતને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશનું રિસાયક્લિંગ મોડલ ગણાવ્યું છે.

પાલિકાએ કહ્યું, પ્લાસ્ટિક પ્રદુષણ મુદ્દે તંત્રે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યાં છે. પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 50 માઇક્રોનથી ઊંચી ગુણવત્તા વાળી પોલિથીન બેગના ઉપયોગની જાગૃતિ સફળ થઇ છે. પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, પડકારરૂપ પ્લાસ્ટિક વેસ્ટ પૈકીનો 65થી 70 મેટ્રિક ટન કચરો રિસાઇકલ માટે ભટાર પ્લાન્ટ ઉપર સંગ્રહ કરાય છે. આ પ્રક્રિયામાં ઇકોવિઝને 400થી વધુ કર્મીઓને આજીવિકા આપી તેમના આરોગ્યની સંભાળ રાખી સામજિક સુરક્ષા પણ કરી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:

Tags: SMC, Surat City, Surat Municipal corporation, Surat Plastic waste

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો