Home /News /surat /

Video: સુરતનું પોલીસ સ્ટેશન પણ ન બચ્યું, ભરાયાં ખાડીના પાણી

Video: સુરતનું પોલીસ સ્ટેશન પણ ન બચ્યું, ભરાયાં ખાડીના પાણી

પુણા પોલીસ સ્ટેશનમાં પાણી (તસવીર - કિર્તેશ પટેલ)

Surat rainfall news: સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરોલી બ્રિજ નજીક મોટું ભંગાણ સર્જાયું છે.

    સુરત : શહેરમાં (Surat Rainfall) ધોધમાર વરસી રહ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના ખાડીના પાણી શહેરમાં ફરી વળ્યા છે. ત્યારે પુણા પોલીસ સ્ટેશન (Puna Police station) પણ પાણીમાં (water logging) ગરકાવ થઇ રહ્યો છે.

    ખાડીમાં પાણીની આવક વધતા ખાડીનું પાણી શહેરમાં ફરી વળ્યું છે. અત્યાર સુધી સામાન્ય માણસ તો આ ભરાયેલા પાણીથી પરેશાન હતો હવે સુરત પોલીસ પણ પરેશાન થઇ ગઇ છે. પુણા પોલીસ સ્ટેશનની બાજુમાંથી જ ખાડી પસાર થઇ રહી છે. જે ઓવરફ્લો થતા જ પાણી પોલીસ સ્ટેશનમાં ગરકાવ થઇ ગયું છે. જેના કારણે પોલીસે જપ્ત કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે.

    નોંધનીય છે કે, સુરતના જહાંગીરપુરાથી ઓલપાડ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સરોલી બ્રિજ નજીક મોટું ભંગાણ સર્જાયું છે. જેના પગલે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે. એક તરફનો રસ્તો બેસી જતા તંત્ર દ્વારા બેરીકેટ મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પાણી અચાનક આવી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

    સાવલી ડ્રગ્સ કેસમાં ATS દ્વારા કરાયો મોટો ખુલાસો, આ રીતે ચાર લોકો બનાવતા હતા ડ્રગ્સ

    હવામાન વિભાગની આગાહી


    હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં (Gujarat rain update) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


    રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જળસંગ્રહ


    રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર (Sardar Sarovar) સિવાય રાજ્યના 206 જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, સુરત, હવામાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन