Home /News /surat /તમે તો ગોલ્ડ લોન નથી લીધી ને? સુરતમાં ગોલ્ડ લોનને નામે પ્રાઇવેટ ફાયનાન્સરે 500થી વધુ લોકોને છેતર્યા
તમે તો ગોલ્ડ લોન નથી લીધી ને? સુરતમાં ગોલ્ડ લોનને નામે પ્રાઇવેટ ફાયનાન્સરે 500થી વધુ લોકોને છેતર્યા
ફાઇલ તસવીર
સુરતના પોદાર આર્કેડમાં ખાનગી ફાયનાન્સરે ગોલ્ડ લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. 700 જેટલા લોકોએ ગોલ્ડ લોન લીધી છે અને પ્રાઇવેટ ફાયનાન્સર પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.
સુરતઃ શહેરના પોદાર આર્કેડમાં ખાનગી ફાયનાન્સરે ગોલ્ડ લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. 700 જેટલા લોકોએ ગોલ્ડ લોન લીધી છે અને પ્રાઇવેટ ફાયનાન્સર પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.
500થી વધુ લોકો ફસાયા
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં પોદાર આર્કેડમાં આઈબીવીના ફાઇનાન્સના નામે ગોલ્ડ લોનનો ધંધો કરવામાં આવતો હતો. ત્યારે આ આઈબીવી ફાઇનાન્સમાં અનેક લોકોએ પોતાના દાગીના મૂકી લોન મેળવી છે. ત્યારે દાગીના મેળવનાર પ્રદીપ ભીમાણી અને અન્ય સાગરીતોએ આ દાગીના અન્ય બેંકમાં મૂકી ત્યાંથી બમણી લોન લઇ ફરાર થઇ જવાના આક્ષેપો ભોગ બનનારે લગાવ્યા હતા. ત્યારે આ લોભામણી સ્કીમમાં 500થી 700 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો ભોગ બનનારા લોકોએ વરાછા પોલીસ મથકમાં રજૂઆત કરી છે.
ભોગ બનનારે ચોંકાવનારો આક્ષેપ કર્યો
જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં છે તેમણે ફાયનાન્સર પર અનેક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, ખાનગી ફાયનાન્સરે તેમના ગીરવે મૂકેલા દાગીના અન્ય બેન્કમાં મૂકી તેના પર લોન લીધી હતી. આ ઉપરાંત લોકોએ જે રકમે દાગીના મૂક્યા હતા તેના કરતાં બમણી રકમ માગતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ભોગ બનનારા લોકો પોદાર આર્કેડમાં આવેલી આઈવીએફ ગોલ્ડ લોનની ઓફિસે ભેગા થયા હતા.