Home /News /surat /સુરત DEOની લાલીયાવાડી, હવે કરી શાળાની માન્યતા રદ કર્યાની જાહેરાત

સુરત DEOની લાલીયાવાડી, હવે કરી શાળાની માન્યતા રદ કર્યાની જાહેરાત

સુરતની પ્રભાત તારા પબ્લિક સ્કુલની માન્યતા રદ કરી હોવાને કારણે આ વર્ષે આ સ્કૂલના 54 જેટલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચીત રહી ગયા છે

સુરતની પ્રભાત તારા પબ્લિક સ્કુલની માન્યતા રદ કરી હોવાને કારણે આ વર્ષે આ સ્કૂલના 54 જેટલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચીત રહી ગયા છે

સુરતની પ્રભાત તારા પબ્લિક સ્કૂલની માન્યતા રદ કરવાના મામલે એક નવો ખુલાસો સામે આવ્યો છે. આ મામલામાં સુરત જીલ્લાના શિક્ષણાધિકારીની લાલીયાવાડી સામે આવી છે. આજે ધોરણ 10નું પ્રથમ પેપર પુરૂ થયું ત્યારબાદ સ્કૂલની માન્યતા રદ કરી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની પ્રભાત તારા પબ્લિક સ્કુલની માન્યતા રદ કરી હોવાને કારણે આ વર્ષે આ સ્કૂલના 54 જેટલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચીત રહી ગયા છે, જેને લઈ આજે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડનો મામલો પણ સામે આવ્યો હતો.

આ સાથે આ મામલે એક નવો ખુલાસો સામે આવ્યો છે. જીલ્લા શિક્ષણાધિકારીએ 12 ફેબ્રુઆરીના રોજ શાળા વિરુદ્ધ પગલા લીધા હતા પરંતુ જાહેરાત કરવાનું ભુલી ગયા હતા. આજે ધોરણ - 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ, તેમાં પણ ધોરણ 10નું પ્રથમ પેપર પુરૂ થયા બાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સ્કૂલની માન્યતા રદ થઈ હોવાની જાહેરાત કરવામાં આવતા લાલીયાવાડીનો નમૂનો જોવા મળ્યો છે. મોડે મોડે જીલ્લા શિક્ષણાધિકારીની આંખ ખુલતા માન્યતા રદ થઈ હોવાની જાહેરાત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે, આ શાળાના સંચાલક ભાજપના યુવા મોરચાના વાઈસ પ્રેસિડન્ટ હોવાનું પણ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરતના રાંદેર વિસ્તારની પ્રભાત સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે હોલ ટિકિટ ન મળતા ગઈ કાલે 54 જેટલા વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરીએ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી પરંતુ વિદ્યાર્થીઓને નિરાશા હાથ લાગી હતી. વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું છે કે, સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓને કહી દેવામાં આવ્યું કે, બે વર્ષ પહેલા જ આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા નહી આપી શકે તેવો હાઈકોર્ટે પણ ચુકાદો કરેલો છે. જેથી રાજ્ય સરકાર પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓ આવતીકાલે શરૂ થતી પરીક્ષામાં બેસી નહી શકે. જેને લઈ પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને રઝળવાનો વારો આવ્યો છે. સ્કૂલની માન્યતા રદ્દ થવાને કારણે બોર્ડના 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી શકી ન હતી.
First published:

Tags: Board examination, Future, Issue, Students, સુરત