Union
Budget 2023

Highlights

Home /News /surat /સુરત: ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં પોલીસને મળી સફળતા, 1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે

સુરત: ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં પોલીસને મળી સફળતા, 1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે

સુરત જિલ્લા LCB પોલીસે 6 આરોપીની ધરપકડ કરી

Surat Crime: ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં પોલીસને મળી સફળતા. સુરત જિલ્લા LCB પોલીસે 6 આરોપીની ધરપકડ કરી. 1.8 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે.

    કેતન પટેલ, સુરત: શહેરના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં થયેલી લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. કાપડના ટાંકા ભરી જતી ટ્રકને હાઇવે પર કોસંબા પોલીસ મથકની હદમાં લૂંટી લેવામાં આવી હતી. પીપોદરા ગામની હદમાં એક કન્ટેનરથી ટ્રકને આંતરી ટ્રકચાલકને મારમારી અપહરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રૂપિયા 93.12 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાનામાં સુરત જિલ્લા LCB પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી. સાથે જ 1.8 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે લીધો છે.

    1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

    સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા ગામની નજીક નેશનલ હાઇવે નંબર 48 પર લૂંટની ઘટના બની હતી. એક કન્ટેનરમાં ચારથી પાંચ લૂંટારુંઓ આવીને ટ્રકચાલકને બંધક બનાવીને ટ્રકમાં રહેલા 298 બોક્ષ આર્ટ સિલ્કના સમાનની કિંમત 78.92 લાખ સહિત કુલ રૂ.93.12 લાખની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.  જે ઘટના અંગે ગંભીરતા દાખવી સુરત જિલ્લા LCBની ટીમ તપાસ કરી રહી હતી. પોલીસ બાતમીના આધારે લૂંટારુઓ સુધી પહોંચી હતી. કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં રિકુ ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક કડોદરાથી ગોડાદરા જતા રસ્તાઓ ઉપર ટ્રકમાંથી લૂંટનો મુદ્દામાલ કન્ટેનરમાંથી સગેવગે કરતા હતા. પોલીસે બાતમી મળતાં સ્થળેથી 6 આરોપીની ધરપકડ કરી હતી અને 1.8 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


    આ પણ વાંચો: મહેસાણામાં ધો.10નો વિદ્યાર્થી ગુમ, સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો!

    આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

    ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે અગાઉ સુરત શહેર પોલીસ સ્ટેશનના અલગ-અલગ પોલીસ મથકોમાં ચોરી લૂંટ અને છેતરપિંડી પ્રોહીબિશન અને વાપી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર જેવા ગુનામાં સંડોવાયો છે. તેમજ આદિલ સૈયદ પર ચોરી, હત્યાનો પ્રયાસ મારામારી સહિતના અનેક ગુનામાં મહારાષ્ટ્રમાં સંડોવાયેલો છે. જ્યારે કાર્તિક શંકર પણ મહારાષ્ટ્રમાં ચોરીના ગુનાના સંડોવાયેલો હોવાની હકીકત બહાર આવી હતી.

    પીછો કરી રસ્તામાં પ્લાન મુજબ ઓવરટેક કરી

    પકડાયેલા મુખ્ય સૂત્રધાર સંતોષ જગદેવ ગુપ્તા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે પોતાનો સાગરીત છોટેલાલ ઉર્ફે છોટુ પાંડે તથા મોહમદ સાહિલ સાથે મળી કાપડની ટ્રકની લૂંટ કરવાનું નક્કી ર્ક્યું. તમામ આરોપી ભેગા મળી સુરત શહેરના અલગ-અલગ માર્કેટમાં વોચ કરી હતી અને રાત્રે ટ્રક નીકળતા સંતોષ ગુપ્તાએ કારમાં તથા તમામ આરોપીઓ પોતાના કન્ટેનરમાં પીછો કરી રસ્તામાં પ્લાન મુજબ ઓવરટેક કરી બ્રેક મારી કેન્ટેનર ઉભું કરી દીધું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन