Home /News /surat /સુરત પોલીસે પાંચ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરી, 44 ગુના આચર્યા હતા
સુરત પોલીસે પાંચ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરી, 44 ગુના આચર્યા હતા
પાંચેય આરોપીઓની તસવીર
Surat Crime News: સુરત પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે અને તેમાં પણ રાજ્ય સરકારે લાગુ કરેલા ગુજસીટોકને આધારે સુરત પોલીસે આગાઉ પણ અનેક ગેંગ સામે કાર્યવાહી કરી છે. તેવામાં ફરી પાંચ લોકોની ગેંગ સૂરજ કાલિયા વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સુરતઃ શહેરની પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરી છે અને તેમાં પણ રાજ્ય સરકારે લાગુ કરેલા ગુજસીટોકને આધારે સુરત પોલીસે આગાઉ પણ અનેક ગેંગ સામે કાર્યવાહી કરી છે. તેવામાં ફરી પાંચ લોકોની ગેંગ સૂરજ કાલિયા વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સુરત પોલીસ ગુનાખોરી રોકવા માટે ગુનેગારો સામે કડક પગલાં ભરે છે. સુરતમાં અગાઉ અનેક ગેંગવોર થયા અને તેનાથી શહેરની શાંતિ ડહોળાતી હતી. આ સાથે જ નિર્દોષ લોકો પણ ઘટનાનો ભોગ બનતા હતા. તેથી પોલીસે રાજ્ય સરકારે લાગુ કરેલા ગુજસીટોક કાયદા અંતર્ગત ગેંગ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં સુરતમાં મોટાભાગની ગુનાખોરીને રવાડે ચડેલી ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરી જેલભેગા કર્યા છે. તેવામાં સુરતના પાંડેસરા વિસ્તારની સૂરજ કાલિયા ગેંગ વિરુદ્ધ 44 જેટલા અલગ અલગ ગુના નોંધાયા હતા. જેથી સુરત પોલીસે ગુજસીટોક હેઠળ ગેંગના પાંચ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી
મહત્વનું છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં સૂરજ કાલિયા ગેંગ અવારનવાર લોકોને હેરાન પરેશાન કરતી હતી. આ ઉપરાંત લૂંટ, ધાડ, હાફ મર્ડર સહિત અલગ અલગ 44 જેટલા ગુના આચર્યા હતા. ત્યારે સૂરજ ઉર્ફે સૂરજ કાલિયા, કુલદિપ ગુલાબસિંહ ઠાકુર, સતીષ ગિરજાશંકર યાદવ, અનિકેત ઉર્ફે અંકિત સુરેશસિંહ રાજપૂત અને રાજ ઉર્ફે રાજ માલિયા સામે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ લોકો ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા હતા તેથી વારંવાર ગુનાને અંજામ આપી લોકોમાં ભયનો માહોલ ઊભો કરી રહ્યા હતા.