સુરત: ગરીબ લોકોને ગેરકાયદેસર રીતે પૈસાની જરૂર હોય ત્યારે રૂપિયા આપી તેના પેટે ઊંચું વ્યાજ વસૂલી તેમને હેરાન કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ લાલ આંખ કરી રહ્યું છે. જ્યારે સુરતના આઈ ડિવિઝન વિસ્તારમાં સચિન અને સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી છે
સુરત શેહર ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ પાટનગરમાં દેશભરના અલગ અલગ રાજ્યના લોકો રોજગારીની શોધમાં આવીને વસ્યા છે. શહેરમાં વસીને નાનો મોટો ધંધો કરતા હોવાથી પૈસાની જરૂર હોય છે. ત્યારે કેટલાક અસામાજીક તત્વો આવા લોકોને રૂપિયા વ્યાજ તો આપે છે પણ તેની અવેજમાં વ્યાજની મોટી રકમ પડાવી લેતા હોય છે. આવી સતત ફરિયાદો સુરત પોલીસ સામે આવી રહી છે. ત્યારે સુરત પોલીસ આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
આવા ઈસમો વ્યાજે રૂપિયા આપે છે ત્યારે પહેલેથી જ 15% કરતાં વધુ વ્યાજ વસૂલતા હોવા છતાં પણ પૈસા લેનાર વ્યક્તિને સતત વ્યાજ માંગી હેરાન અને પરેશાન કરતા હોય છે. ત્યારે સુરતના આઈ ડિવિઝન વિસ્તાર એટલે કે, સચિન જીઆઇડીસી પોલીસ વિસ્તારમાં પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. જેમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં 11 કેસ અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં નીરજ બનારસી તિવારી બરફ ફેક્ટરીવાળા સંતોષ રામેશ્વર કોલોની ખાતે રહેતો દિનેશ તિરૂપતિ નગર ખાતે રહેતો ઇમોદિન મૂળજી, આલમ શેખ ગભેની ખાતે રહેતો જયેશ ભાણા કલ્પેશ કલાસી ઉધના હરીનગરના શાહુલ હમીદ તલગપુર ખાતે રહેતો કેસુર પટેલ કંસાર ખાતે રહેતો ગુલામચંદ યાદવ લાજપોર ખાતે રહેતો ઈમ્તિયાઝ અબ્દુલ શેખ પારડી ખાતે રહેતો કરણ ભરવાડ અને જયેશ પટેલ સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.
" isDesktop="true" id="1314353" >
આ તમામ લોકો શ્રમિક અને ગરીબ લોકોને વ્યાજે રૂપિયા આપી લોહી ચૂસવાનું કામ કરતા હતા. ત્યારે પોલીસે આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.