Home /News /surat /વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ, નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે કાર્યવાહી

વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ, નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે કાર્યવાહી

વ્યાજખોર સામે કાર્યવાહી

Surat Crime Branch: સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલા આંખ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોરની ઓફિસમાં દરોડા પાડી વ્યાજખોર દિલીપ બોધરાની ધરપકડ કરી છે. દિલીપની ઓફિસમાંથી કોરા ચેક, પ્રોમેશરી કોરી નોટો સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા.

વધુ જુઓ ...
સુરત: સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ મહાવીર કોમ્પલેક્ષમાં દિલીપ બોઘરા ફાઇનાન્સની ઓફિસ આવેલ છે. આરોપી દિલીપ બોઘરા જરૂરિયાતમંદ લોકોને વધુ ટકાના ભાવે પૈસા આપી વસૂલી કરતો હોવાની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી. ત્યાર બાદ પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા આરોપી દિલીપની ઓફિસમાંથી પોલીસને 24 કોરા ચેક, 36 પ્રોમિસરી નોટ મળી આવી હતી. 4,80,000 રૂપિયાના ચેક અને 2,33,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

ઉંચા વ્યાજદર લેતો આરોપી ઝડપાયો


ઉલ્લેખનીય છે કે, આરોપી દિલીપ બોધરા જરૂરિયાત મંદ લોકોને વધુ ટકાના ભાવે પૈસા આપી કોરા ચેક અને કોરા પ્રોમેશરી નોટ પર સહી કરાવી લેતો હતો. જો નાણાં લેનાર વ્યક્તિ રૂપિયા પરત આપવામાં ચૂક કરે તો કાયદેસરની કાર્યવાહીની ધમકી આપતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુદ્દા માલ જપ્ત કરી સાથે આરોપી દિલીપ બોધરા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દિલીપ બોધરા લોકોને ઊંચા વ્યાજદરે પૈસાનું ધિરાણ કરતો હતો અને બાદમાં તેની પઠાણી ઉઘરાણી પણ કરતો હતો.

દિલીપની ઓફિસમાંથી કોરા ચેક પણ મળી આવ્યા


આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.આઈ મોદીએ વ્યાજખોરો સામે સુરત પોલીસની લાલ આંખ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. નિયમ કરતા વધુ વ્યાજ લેનાર સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલીપ બોધરા જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે નાણાં આપી ચેક લખાવી લેતો હતો. ક્રાઈમ બ્રાન્ચે દિલીપ બોધરા નામક વ્યાજખોરની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. દિલીપની ઓફિસમાંથી પોલીસને 24 કોરા ચેક, 36 પ્રોમિસરી નોટ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચે કરી કાયદેસરની કાર્યવાહી


ઉલ્લેખનીય છે કે, દિલીપ બોધરાની આફિસમાંથી 4,80,000 રૂપિયાના ચેક અને 2,33,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. આરોપી દિલીપ બોધરા વ્યાજે આપેલ નાણાંના ડબલ રકમનો ચેક લખાવી લેતો હતો. નાણાં લેનાર વ્યક્તિ રૂપિયા પરત આપવામાં ચૂક કરે તો કાયદેસરની કાર્યવાહીની ધમકી આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે તેની ઓફિસમાંથી રોકડ રકમ અને કોરા ચેક પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat crime branch, Surat crime news, ગુજરાત

विज्ञापन
विज्ञापन