Home /News /surat /સુરતમાં સ્પાની આડમાં મોજ-મજા, ત્રણ 'શોખીન' પણ ઝડપાયા

સુરતમાં સ્પાની આડમાં મોજ-મજા, ત્રણ 'શોખીન' પણ ઝડપાયા

આરોપી ગર્લફ્રેન્ડ મારફતે વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે લાવતો

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસના દરોડા. આરોપી થાઈલેન્ડની પોતાની ગર્લફ્રેન્ડ મારફતે વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે લાવતો. ત્રણ ગ્રાહકોની ધરપડક

સુરત: ફરી એક વખત દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. શહેરમાં ફરી સ્પાની આડમાં ચાલતાં દેહવ્યાપાર પર પોલીસે દરોડા પાડ્યા છે. સરથાણા વિસ્તારમાં આવેલા એક મોલમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન સ્પામાંથી છ વિદેશી મહિલાઓ મળી આવી હતી, જ્યારે પોલીસ દ્વારા ત્રણ ગ્રાહકોની ધરપડક કરવામાં આવી છે.

છ વિદેશી મહિલાઓને પોલીસે મુક્ત કરાવી

અવારનવાર સ્પાની આડમાં ગોરખધંધા ચાલતાં હોવાનું સામે આવતું હોય છે. ત્યારે સુરતમાં પણ પોલીસની રેડ દરમિયાન આવી જ કંઇક સામે આવ્યું છે. સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. સરથાણા વિસ્તારમાં સીમાડા નાકા પર આવેલા રાજ ઇમ્પીરીયલ મોલમાં પોલીસે રેડ પાડી હતી. "બ્લેક પલ થાઈ" સ્પામાં કામ કરતી છ વિદેશી મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. જ્યારે ત્રણ ગ્રાહકોની પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: હોટલમાં 'અંગત' મુલાકાત ગોઠવતા ચેતજો! તમારી સાથે પણ થઇ શકે છે આવું

આરોપી ગર્લફ્રેન્ડ મારફતે વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે લાવતો

તેમજ સ્પાના બે માલિકો સને પાર્ટનરોને વોન્ટેડ જાહેર કરાયા છે. સંતોષ મોરે નામનો શખ્સ થાઈલેન્ડમાં પોતાની ગર્લફ્રેન્ડ મારફતે વિદેશી મહિલાઓને દેહવ્યાપાર માટે લાવતો હતો અને કૃણાલ બોરીયા નામનો શખ્સ સમગ્ર દેહવ્યાપારનો ધંધો સંભાળતો હતો. જે મામલે બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ સેલે દરોડા પાડી સ્થળ પરથી 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્પાના વોનટેડ માલિકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Crime news, Gujarat News, Surat news