Home /News /surat /

Surat Police: સુરત પોલીસને મળી મોટી સફળતા, 25 વર્ષ બાદ આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

Surat Police: સુરત પોલીસને મળી મોટી સફળતા, 25 વર્ષ બાદ આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

સુરત દિલ્હી ગેટ ખાતે આવેલા બેલ્જિયમ સ્ક્વેર માં 1997માં બેલ્જીયમ સ્ક્વેરમા આવેલ આક્રુતી ઇલેક્ટ્રીક્સ નામની દુકાનમાં ચોરી થઇ હતી.

સુરત દિલ્હી ગેટ ખાતે આવેલા બેલ્જિયમ સ્ક્વેર માં 1997માં બેલ્જીયમ સ્ક્વેરમા આવેલ આક્રુતી ઇલેક્ટ્રીક્સ નામની દુકાન મા રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી ટીવી તથા કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રીક ગેમ, ઇમરજંસી લાઇટ વિગેરે ઇલેક્ટ્રીક્સનો સામાન ચોરી કરી ગુનો કરી નાસી ગયેલ હતો.

વધુ જુઓ ...
સુરત (Surat News)માં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ (surat Police) સતત ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ પકડથી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યરત થઇ છે ત્યારે સુરત પોલીસને આજે સૌથી મોટી સફળતા મળી હોય તેમ કહી શકાય. ચોરીના ગુનામાં છેલ્લા 25 વર્ષથી પોલીસથી ભાગતા ફરતા આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના અલગ-અલગ ગુનામાં પોલીસ પકડથી બચવા માટે છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવાનું એક અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. ગુનેગારોને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે તો સુરતમાં ગુનાખોરીમાં મહદઅંશે ઘટાડો જોવા મળે તે હેતુસર સુરત પોલીસે હવે આરોપીઓને પકડી પાડવા માટેની કવાયત શરૂ કરી છે. ત્યારે સુરત પોલીસને આજે મોટી સફળતા હાથ લાગી છે.

આ પણ વાંચો- રાજ્યમાં આજે ફરી Covidના કેસમાં વધારો, 12 દર્દી થયા સાજા, જાણો ક્યાં વધી સંખ્યા

સુરત દિલ્હી ગેટ ખાતે આવેલા બેલ્જિયમ સ્ક્વેર માં 1997માં બેલ્જીયમ સ્ક્વેરમા આવેલ આક્રુતી ઇલેક્ટ્રીક્સ નામની દુકાન મા રાત્રીના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી ટીવી તથા કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રીક ગેમ, ઇમરજંસી લાઇટ વિગેરે ઇલેક્ટ્રીક્સનો સામાન ચોરી કરી ગુનો કરી નાસી ગયેલ હતો. આ ગુનામાં અગાઉ 4 આરોપીઓ પકડાયા હતા. આરોપીની અવારનવાર તેના વતન ખાતે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.

આ પણ વાંચો- LSG vs GT: લખનૌ કે ગુજરાત... કોણ રચશે ઈતિહાસ, જાણો IPLમાં શા માટે થાય છે ક્વોલિફાયર-એલિમિનેટર મેચ

પોલીસ આપીને પકડવા માટે સતત તેના વતન ખાતે તપાસ કરતા હતા પણ આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો ત્યારે આજે પોલીસને બાતમી મળી હતી કે, આરોપી તેના વતન ખાતે છે. રાજસ્થાનના પાલી જીલ્લાના મારવાડ જંક્શન ખાતેથી આરોપી મુન્નાલાલ ઉર્ફે ભલારામ ઉર્ફે ભવરલાલ મેધવાળને ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેનત કરી આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ગુનામાં પહેલા ચાર જેટલાાાા આરોપીઓ પકડાઇ ચૂક્યા હતા ત્યારે આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat crime branch, Surat crime Surat News, Surat news, Surat police

આગામી સમાચાર