સુરત : સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય લોડેડ રિવોલ્વર સાથે ઝડપાયો, 'સામેની ગેંગવાળા હત્યા કરી નાખે તેની હતી બીક'
સુરત : સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય લોડેડ રિવોલ્વર સાથે ઝડપાયો, 'સામેની ગેંગવાળા હત્યા કરી નાખે તેની હતી બીક'
સૂર્યા મરાઠી ગેંગનો સભ્ય રિવોલ્વર સાથે ઝડપાયો
Surat News : સુરત (Surat) ના સૂર્યા મરાઠી ((surya marathi)) ની ગેંગમાં રૂપેશ કાશીનાથ પાટીલ પણ સભ્ય હતો, જોકે 2019માં સૂર્યાની હત્યા તેના વિસ્તારમાં જ કરવામાં આવી હતી, ત્યારે તેની ગેંગના લોકોએ આ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા, પણ ભૂતકાળના દુશ્મનોનો રૂપેશને ડર હતો કે, સુર્યાની જેમ તેની પણ હત્યા કરી નાખવામાં આવશે
સુરત : વેડરોડ વિસ્તારની સૂર્યા મરાઠી (surya marathi) ગેંગના સભ્ય પોતાના મુખીયાની હત્યા બાદ સામેની ગેંગ વાળા તેની પણ હત્યા કરી નાખશે તે બીકે ચાર મહિના પહેલા મધ્ય પ્રદેશથી લાવેલ રિવોલ્વર (Illegal weapon) સાથે સુરત પોલીસે (Surat police) ઝડપી પાડ્યો હતો. જોકે પકડાયેલા આરોપી પાસે લોડેડ રિવોલ્વર સાથે કારતૂસ પોલીસે કબજે કર્યા હતા. આ આરોપી સુરતમાં 10 કરતા વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું પણ પોલીસ તપાસ સામે આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડરોડ પર થોડા દિવસ પહેલા ગેંગ વોરની વાત સામે આવી હતી. આ વિસ્તાર સૂર્યા મરાઠી અને યુપીની ટુન ટુન ગેંગ વચ્ચે થોડા દિવસ થાયને માથાકૂટ થતી હતી. સૂર્યા મરાઠીની ગેંગમાં રૂપેશ કાશીનાથ પાટીલ પણ સભ્ય હતો, જોકે 2019માં સૂર્યાની હત્યા તેના વિસ્તારમાં જ કરવામાં આવી હતી, ત્યારે તેની ગેંગના લોકોએ આ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા, પણ ભૂતકાળના દુશ્મનોનો રૂપેશને ડર હતો કે, સુર્યાની જેમ તેની પણ હત્યા કરી નાખવામાં આવશે, આ ડરના કારણે ચાર મહિના પહેલા રૂપેશ મધ્ય પ્રદેશથી એક રિવોલ્વર લઇને આવ્યો હતો અને પોતાની પાસે રાખતો હતો.
જોકે આ બાબતની જાણકારી પોલીસને મળતા પોલીસે આરોપી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી રૂપેશ પાસેથી લોડેડ રિવોલ્વર જેમાં 6 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. આટલું જ નહીં પોલીસને તપાસ કરતા આરોપી પાસેથી અન્ય કારતૂસ મળી કુલ 11 કારતૂસ કબજે કર્યા હતા. પકડાયેલ આરોપી પૂછપરછ કરતા પોતાની જાનની રક્ષા કરવા માટે આ હથિયાર લઇને ફરતો હોવાની કબુલાત કરી હતી.
તમને જણાવી દઈએ કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ 10 જેટલા ગુના પણ દાખલ થયેલા હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ ચોકબજાર અને તેમાં પણ હત્યા પ્રયાસ ગુનો પણ 2012માં દાખલ થયાનું સામે આવતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર