
સુરતઃ સુરતમાં ભાજપ યુવા પ્રદેશ અધ્યક્ષ ઋત્વીજ પટેલની રેલી સમયે ઇડા ફેકી વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં ભાજપી કાર્યકરો અને પાસ કાર્યકરો સામસામી આવી ગયા હતા. ભાજપી કાર્યકરોએ પાસ કાર્યકર વિજય માંગુકીયાને મારમારતા હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આજે પોલીસે વહેલી સવારે સ્મીમેર હોસ્પીટલમાંથી જ વિજય માંગુકીયાની અટકાયત કરી લેતા પાસ કાર્યકરો રોષે ભરાયા છે.