Home /News /surat /

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, રાત્રિના 10 થી સવારના 06 સુધી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, રાત્રિના 10 થી સવારના 06 સુધી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

આ જાહેરનામાનો અમલ તા.17/07/2022 સુધી અમલમાં રહેશે.

Surat Police: સુરત પોલીસે આ નિર્ણય લાઉડ સ્પીકરને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક પણે સુરત પોલીસ દ્વારા અમલ કરવામાં આવે એવી ગોઠવણ કરી છે. સાથે જ શહેરના તમામ નાગરીકો આ જાહારનામાનું પાલન કરે તેવી અપીલ પણ કરી છે.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (Surat Police Commissioner Ajay Kumar Tomar) દ્વારા સુરત શહેરમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ (Prohibition on playing loudspeakers) લગાડવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ (Surat Police) કમિશનર અજયકુમાર તોમરે જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા બરકરાર રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. જે મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.



આ ઉપરાંત નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલતો કે ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગીતો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી.

આ પણ વાંચો- ગીર સોમનાથમાં પુત્રીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પાંચ દીકરીઓએ માતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કર્યા

પોલીસ અધિકારીની પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇ પણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા કે ટ્રાફિકને અડચણ થાય તેવા કૃત્યો કરવા નહી. ડી.જે. સીસ્ટમની એમ્બીઅન્ટ એર કવોલીટી સ્ટાન્ડર્ડ હોવી જોઇએ. માઈક સીસ્ટમ વગાડવા માટે નિયત શરતોને આધીન અધિકૃત અધિકારી પાસેથી લેખિત પરવાનગી મેળવી છુટછાટ લઇ શકાશે.

આ જાહેરનામાનો અમલ તા.17/07/2022 સુધી અમલમાં રહેશે. આ દરમિયાન જો કોઇ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે જો કોઇ સમારંભ કે ખાસ પ્રસંગ હોય તો પોલીસ વિભાગ પાસેથી મંજૂરી લેવાની રહેશે અને જે લોકો મંજૂરી લીધા વગર આ પ્રકારનું કૃત્ય કરતા દેખાશે તો તેમનાથી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો- Surat: સુરતમાં જે કામ પોલીસ ન કરી શકી તે પાલિકાએ કરી બતાવ્યું, માથાભારે શખ્સોના દારૂના અડ્ડાઓ તોડી પાડ્યા

જણાવી દઇએ કે, સુરત પોલીસે આ નિર્ણય લાઉડ સ્પીકરને લઈને બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો કડક પણે સુરત પોલીસ દ્વારા અમલ કરવામાં આવે એવી ગોઠવણ કરી છે. સાથે જ શહેરના તમામ નાગરીકો આ જાહારનામાનું પાલન કરે તેવી અપીલ પણ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Surat news, Surat police, Surat police commissioner, સુરત પોલીસ

આગામી સમાચાર