Home /News /surat /

રાજસ્થાનથી દારૂ લાવવા માટે બસમાં બનાવાયું માનવામાં ન આવે તેવું 'ચોર ખાનું,' સુરત પોલીસે બેને ઝડપી પાડ્યા

રાજસ્થાનથી દારૂ લાવવા માટે બસમાં બનાવાયું માનવામાં ન આવે તેવું 'ચોર ખાનું,' સુરત પોલીસે બેને ઝડપી પાડ્યા

સુરત પોલીસ

Surat Crime news: પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂની કુલ 100 પેટી લાવવામાં આવી રહી હતી. કુલ 4 લાખ 82 હજારના દારૂ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત.સુરત એલ.સી.બી દ્વારા બે શખ્સો ને ઝડપી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કર્યો.

સુરત : શહેરના (Surat police) પુણા પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી ખાનગી બસમાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બસમાં ચોર ખાનું બનાવી દારૂની હેરા ફેરી કરનાર બે ઈસમોની ધરપકડ કરી હતી. દારૂ ભરાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

સુરતમાં અવાર નવાર કોઈને કોઈ પ્રકારે દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવે છે. જોકે, પોલીસની સતર્કતાના કારણે, વખતો વખત દારૂ ઝડપાઇ જાય છે. તેવામાં સુરતના પુણા કેનાલ રોડ પરથી રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમા પોલીસે બાતમીના આધારે તાપસ કરી હતી. જેમાં સોફાની નીચે ચોરખાનું બનાવી પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂ શહેરમાં ઘુસાડતા હોવાનું સામે આવ્યું હતું.

તાપસ દરમ્યાન પુણા પોલીસે 4,82,400ની મત્તાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ દારૂની હેરાફેરી કરતા બે ઈસમ મહેન્દ્ર ધનાવત અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરી હતી.

બે ધરપકડ કરવામાં આવી છે


રાજ્યસ્થાનથી દારૂ ભરાવનાર નિર્ભય સિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપી અને દારૂ સહિત બસ મળી કુલ 15 લાખથી વધુની મત્તાનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીમાં બહેને ભૂલથી સળગતી દિવાસળી ફેંકી તો  6 માસના બાળકનું મોત

જોકે, ગુજરાત લઠ્ઠાડાકાંડ બાદ જે રીતે દારૂની માગ વધી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં બુટલેગરો રૂપિયા કમાવા માટે અલગ અલગ પ્રકારે તરકીબ કરીને માલ મંગાવી રહ્યા છે. તેની સામે પોલીસ પણ બુટલેગર ઝડપી પાડવા માટે પોલીસ પણ સતર્ક થઈને સતત દારૂ પકડી રહી છે તેવામાં હવે ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યમાંથી દારૂ મોટા પ્રમાણમાં લાવમાં આવતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Liquor Raid, ગુજરાત, દારૂની મહેફિલ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन