Home /News /surat /Surat News: સુરત ક્રાઇમ બ્રાન્ચે નાસતા ફરતા ગુજસીટોકના આરોપીને 3 મહિને ઝડપી પાડ્યો, 10 દિવસના પેરોલ મળ્યા હતા
Surat News: સુરત ક્રાઇમ બ્રાન્ચે નાસતા ફરતા ગુજસીટોકના આરોપીને 3 મહિને ઝડપી પાડ્યો, 10 દિવસના પેરોલ મળ્યા હતા
આરોપીની તસવીર
Surat News: સુરતમાં ગુજસીટોકના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજ્જુ ટામેટાએ 10મા મહિનામાં વચગાળાના જામીન લીધા હતા અને ત્યારબાદ નાસતો ફરતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજ્જુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો
સુરતઃ ગુજસીટોકના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજ્જુ ટામેટાએ 10મા મહિનામાં વચગાળાના જામીન લીધા હતા અને ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજ્જુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો
સુરતમાં 2020ના વર્ષમાં ઘણી બધી ગેંગ કાર્યરત થઈ હતી. જે મારામારી લૂંટ મર્ડર સહિતના ગુના આચરતી હતી. આ દરમિયાન સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઘણી ગેંગ પર ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ટામેટા ગેંગ પણ મુખ્ય હતી. જેમના પર 27-11-2020ના રોજ 14 જેટલા ઈસમો પર ગુજસીટોક ટોક કાયદા મુજબ કાર્યવાહી કરી તમામની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંના મુખ્ય આરોપી અજજુ ટામેટાને 12-10-2022ના રોજ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર થયા હતા. ત્યારબાદ 10 દિવસ બાદ જેલમાં ફરી હાજર થવાનું હતું. જો કે, તે આજદિન સુધી હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આ મામલે પોલીસને સૂચના મળી હતી કે, અજજુ ટામેટાને ઝડપી પાડી જેલહવાલે કરવો. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, અજજુ ટામેટા માન દરવાજા વિસ્તારમાં છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી અજ્જુ ટામેટાને ઝડપી પાડ્યો હતો અને જેલહવાલે કર્યો હતો. ત્યારે પોલીસે હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભૂતકાળના અનેક ગુના ખૂલે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.