Home /News /surat /સેક્સટોર્શનનું હબ ગણાતા ઝારખંડથી હનીટ્રેપનો આરોપી ઝડપાયો અને ખેલ ખુલ્લો પડ્યો, જાણો તમામ માહિતી

સેક્સટોર્શનનું હબ ગણાતા ઝારખંડથી હનીટ્રેપનો આરોપી ઝડપાયો અને ખેલ ખુલ્લો પડ્યો, જાણો તમામ માહિતી

આરોપીની તસવીર

સુરતમાં હનીટ્રેપનો શિકાર બનેલા યુવકે આપઘાત કર્યો હતો. ત્યારે પરિવારે આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરતા સેક્સટોર્શનનો ખુલાસો થયો હતો અને એક આરોપીની ધરપકડ કરી હતી.

સુરતઃ શહેરમાં હનીટ્રેપનો શિકાર બનેલા યુવકે આપઘાત કર્યો હતો. ત્યારે પરિવારે આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરતા સેક્સટોર્શનનો ખુલાસો થયો હતો અને ત્યારે સેક્સટોર્શનનું હબ એવાં ઝારખંડમાંથી બીએ પોલિટિકલ સાયન્સ કરેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે ગામમાંથી યુવકની ધરપકડ કરવામાં આવી છે તે ગામ સેક્સટોર્શનનું હબ છે.

શું હતી સમગ્ર ઘટના?


સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસેના પાઠ એપાર્ટમેન્ટમાં રહેતા 17 વર્ષીય અને ધોરણ 12મા અભ્યાસ કરતા યુવકે થોડા દિવસ પહેલાં મકાન પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 22 દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પણ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યુ હતુ. ત્યારે યુવકના મોત બાદ તેના પરિવારે મોબાઇલ ચેક કરતા તેમાં ટ્રેપનો શિકાર થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર તાત્કાલિક પોલીસમાં ગયો હતો અને સમગ્ર ઘટના મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. ચોક બજાર પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરતા આપઘાત

વિદ્યાર્થી ટેન્શનમાં હતો


તપાસમાં આ વિદ્યાર્થી ફોન-પેમાંથી 9,600ની રકમ ટ્રાન્સફર થઈ હતી અને અલગ અલગ ચાર ફોન નંબર પર સતત કોલ આવતા હતા. આરોપીએ વિદ્યાર્થીનો વીડિયો ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હોવાની વિગતો સામે આવી હતી. ચોક બજાર પોલીસે આ ચાર મોબાઈલ નંબરો પર કોલ કર્યા હતા. જો કે, કોલ રિસિવ થયા નહોતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરિવારે પોલીસને જાણકારી આપી હતી કે, વિદ્યાર્થી આપઘાત કરવાના 2-3 દિવસ પહેલાં ઘરે એકલો બેઠો હતો અને ટેન્શનમાં હોય તેવું લાગતું હતું. વિદ્યાર્થીએ મિત્રોને પણ કોઈ વાત કરી ન હતી.


પોલીસની ટીમ ઝારખંડ પહોંચી


ઉલ્લેખનીય છે કે, આવા પ્રકારની ઘટનાઓમાં ઝારખંડની એક ગેંગ સક્રિય હોવાની જાણકારી માટે સુરત પોલીસ કમિશનરે ટીમને તાત્કાલિક ઝારખંડ મોકલી આપી હતી. ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે ઝારખંડના કેશવારી ગામમાંથી બાદલકુમાર દામોદર મંડલને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. આ યુવક સાથે આ ગેંગમાં હજારો યુવકો જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સુરત પોલીસે આ ગેંગના એક યુવકને ઝડપી પાડ્યો છે. જ્યારે વધુ તપાસ ચાલી રહી છે. પકડાયેલી ગેગના એક સભ્યની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ, એક્ટિવ કેસ 1800થી વધુ

શું છે મોડસ ઓપરેન્ડી?


કોઈ પણ વ્યક્તિ મોબાઈલમાં સર્ફિંગ કરતા સમયે લોભામણી જાહેરાતો મૂકતા અને તેના પર ક્લિક કરતાંની સાથે જ આખો ખેલ શરૂ થતો. આરોપીએ લોકોનો સંપર્ક કરતો અને જાહેરાતમાં જણાવેલા મોબાઈલ નંબરથી વોટ્સએપ ચેટ કરી કરી વીડિયો કોલિંગ કરવાનું જણાવતો હતો. ત્યારબાદ અન્ય મોબાઈલમાં અશ્લીલ વીડિયો ડાઉનલોડ કરેલો હોય તેને પ્લે કરી તે વીડિયો લોકોને અસલમાં કોઈ સ્ત્રી લાઈવ હોય તેવી રીતે દર્શાવતો હતો. લોકોને નિર્વસ્ત્ર થવાનું કહીં તેનું રેકોર્ડિંગ કરી તે વીડિયો મોકલતો અને વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. વીડિયો દ્વારા બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. વધુમાં જો કોઈ ભોગ બનનાર આરોપીનો મોબાઈલ નંબર બ્લોક કરી દે તો અન્ય મોબાઈલ નંબરો અને સોશિયલ મીડિયાથી ભોગ બનનારનો સંપર્ક કરી માનસિક ટોર્ચર કરી બદનામ કરવાની ધમકી આપી નાણાં પડાવવામાં આવતા હતા.

આરોપી બાદલે બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરેલો છે. તેની સાથે અનેક યુવકો સંકળાયેલા છે. જેઓ આ રીતે લોકોને ટાર્ગેટ કરે છે. આ યુવકના ગામના યુવકો આ રીતે ફસાવવા માટે ટેવાયેલા છે. હાલ તો આ વિદ્યાર્થીના ટ્રાન્ઝેકેશન સામે આવ્યાં છે. જ્યારે બીજા ટ્રાન્ઝેક્શનો અંગે તપાસ ચાલી રહી છે. આ ગેંગના એક આરોપી સુધી પહોંચ્યા છીએ. જેનાથી આ આખી મોડસ ઓપરેન્ડી જાણી શક્યા છીએ. આ આખી ગેંગની મોડસ ઓપરેન્ડી દર પાંચ મેમ્બરે ચેન્જ થતી રહે છે. ત્યાં પણ આ રીતની ઈન્ફોર્મેશન મોકલવામાં આવશે અને તેના પર કાર્યવાહી થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police