Home /News /surat /સુરત : વૃદ્ધ પિતાની હત્યા કરી ફરાર થયેલો પુત્ર પસ્તાયો, પ્રયાગરાજમાં મુંડન કરાવી ગંગા સ્નાન કર્યુ
સુરત : વૃદ્ધ પિતાની હત્યા કરી ફરાર થયેલો પુત્ર પસ્તાયો, પ્રયાગરાજમાં મુંડન કરાવી ગંગા સ્નાન કર્યુ
મોહન અગ્રવાલ હત્યા કેસની તપાસ કરી રહેલ સુરત પોલીસના અધિકારીની ફાઇલ તસવીર
સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પૌત્રને ઠપકો આપનાર દીકરાને વૃદ્ધ પિતાએ ખખડાવતા સંજય અગ્રવાલે પોતે જ પોતાના પિતાની હત્યા કરી નાંખી હતી. આખરે સંજય પોલીસના સાણસામાં આવ્યો
સુરત : સુરતમાં થોડા દિવસો પહેલાં એક નરાધમ દીકરાએ (Son killed father in surat) આવેશમાં આવી અને સગા બાપની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોતાના પુત્રના અભ્યાસ અંગે દાદા તરીકે ઠપકો આપતા ઉશ્કેરાયેલા સંજય અગ્રવાલે (Sanjay agrawal) પિતા મોહન અગ્રવાલની (Mohan agrawal) ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી (Father killed by knife) નાંખી હતી. હત્યા કર્યા બાદ સંજય અગ્રવાલ ફરાર થઈ ગયો હતો. જોકે, ખટોદરા પોલીસે સંજય અગ્રવાલની (Khatodra police surat) ધરપકડ કરતા સમગ્ર મામલે ખુલાયો થયો હતો. જેમાં પિતાની હત્યા કર્યા બાદ સંજયને પસ્તાવો થતા તેણે ગંગા સ્નાન (Ganga bath) કર્યુ હતું અને પ્રયાગરાજમાં (Prayagraj) જઈને ક્રિયાકર્મ કરાવી મુંડન પણ કરાવ્યું હતું.
બનાવની વિગત એવી છે કે સુરતના અલથાણ (Althan surat) ધીરજ સન્સની પાસે સેન્ટોસા હાઈટ્સમાં રહેતા સંજય અગ્રવાલે પિતા મોહન અગ્રવાલને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી ગણતરીના કલાકોમાં ત્યાંથી ફરાર થઈ હતી. સંજય પોતાના પુત્રને અભ્યાસ કરાવતો હતો અને જે બાબતે પોતાના પુત્ર ને ઠપકો આપ્યો હતો ત્યાં હાજર સંજયના પિતા એ પોતાના પૌત્રને ઠપકો આપતા સંજયને ઠપકો આપ્યો હતો.
જેને લઈને આવેશમાં આવેલા સંજયે પિતા મોહન ભાઈની હત્યા કરી નાખી હતી અને બનાવ વળી જગિયા પરથી ભાગી છૂટ્યો હતો. જોકે ખટોદરા પોલીસે હત્યારા પુત્રને ભીલવાડાથી દબોચી લઈ ધરપકડ કરી હતી. જોકે આરોપીની પૂછપરછ કરતા આરોપી હત્યારાએ ઓળખ છુપાવવા સંજય અગ્રવાલને બદલે મનોજ નામ ધારણ કરી રહેતો હતો.
હત્યા કરી પુત્ર સંજય 29 જુલાઇએ પોતાના લેસપટ્ટીના કારખાનામાં રાતવાસો કર્યો હતો. બીજા દિવસે 30મીએ સુરતથી કોટા અને કોટાથી ઝારખંડ બસમાં મુસાફરી કરી હતી. ઝારખંડમાં 3 દિવસ મિત્રને મુશ્કેલીનું કહીને રોકાયો હતો. પછી ટ્રેનમાં પ્રયાગરાજ ગયો અને ત્યાં ગંગા કિનારે મુંડન કરાવી પૂજારી પાસે વિધિ કરાવી 3થી 4 કલાક રોકાઈ ટ્રેનમાં કાનપુર આવ્યો હતો.
કાનપુરમાં બે દિવસ હોટેલમાં રોકાયા બાદ ભીલવાડા ગયો. મિત્રને ત્યાં રોકાઈ પાછો બસમાં સુરત આવ્યો હતો. પણ પકડાઈ જવાની બીકે પાછો હાઇવે પરથી જ ચાલ્યો ગયો અને ત્યાંથી કાનપુરની બસમાં બેસી ગયો હતો, કાનપુરમાં એક દિવસ રોકાયા બાદ પાછો ભીલવાડા ગયો અને જૂના એક મિત્રની પાસેથી રૂપિયા અને બાઇક લઈ ત્યાં રહેવા લાગી ગયો હતો.
" isDesktop="true" id="1019752" >
હત્યારાએ મુંડન કરાવ્યું ઉપરથી માસ્ક પહેર્યું હતું છતાં ખટોદરા પોલીસે તેને મોબાઇલ લોકેશન આધારે ભીલવાડામાંથી દબોચી લીધો હતો. સંજય હત્યા કરી 14 દિવસ સુધી તે ભાગતો ફરતો હતો જોકે પોલીસ આરોપીને સુરત ખાતે લઇ આવી છે અને આજે કોરોના રિપોર્ટ કરાવીયા બાદ કોર્ટમાં રજુ કરવાની છે.
ત્યારે પોતાની પિતાની હત્યા બાદ પસ્તાવો થતા પિતાના નામે પ્રયાગરાજમાં વિધિ કરાવિયાની કબૂલાત કરતા એક વખત પોલીસ પણ ચોકી ઉઠી હતી જોકે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.