Home /News /surat /Surat Crime: ગુનાખોરી ડામવા સુરત પોલીસે કસી કમર, હત્યાના આરોપીને ઓડિશાથી દબોચ્યો
Surat Crime: ગુનાખોરી ડામવા સુરત પોલીસે કસી કમર, હત્યાના આરોપીને ઓડિશાથી દબોચ્યો
સુરત પોલીસને હત્યાના આરોપીને 24 વર્ષ બાદ પકડી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે.
હત્યા કરનાર આરોપી એ તેના વતનના વ્યક્તિ પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ પૈસાની ઉઘરાણી વ્યક્તિ કરતો હતો, તેની અદાવત રાખી તેની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
સુરત: પૈસાની લેતી-દેતીના ઝઘડાની અદાવતમાં ચપ્પુ તથા પથ્થર વડે 1998માં હત્યા (Murder) કરી નાસી જનાર હત્યારાને સુરત પોલીસે (Surat Police) 24 વર્ષે ઓડીશા (Odisha) ખાતેથી ઝડપી પાડ્યો છે. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરનાર આરોપી એ તેના વતનના વ્યક્તિ પાસેથી 5000 રૂપિયા ઉછીના લીધા હતા અને આ પૈસાની ઉઘરાણી વ્યક્તિ કરતો હતો, તેની અદાવત રાખી તેની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ પકડથી ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે. જેને લઇને ગુનાખોરી ડામવા પોલીસને સફળતા મળે તે વાત સુરત પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 1998માંઉમરા પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં પનાસ નહેર પાસે એક વ્યક્તિનુ ચપ્પુ વડે તથા પથ્થર વડે શરીર ઉપર અસંખ્ય ઘા કરી ખુન નિપજાવવામાં આવેલ હતુ. ગુન્હામાં આરોપી લખન દિનબંધુ બહેરા (રહે. ગામ બડાબદગી થાના-સોરડા જી.ગંજામ ઓડીશા) ની સંડોવણી જણાઈ હતી. જેમા પાંડેસરા પોલીસે જણાવેલ હકીકત મુજબ આરોપી ખુબજ ચાલાક અને હોશીયાર હોય આરોપીને પકડવા માટે અવાર-નવાર પોલીસ તેના વતન ખાતે તપાસમાં ગયેલ હતી. પરંતુ આરોપી જે વિસ્તારમાં રહેતો હતો તે ઓડીશાના ગંજામ જિલ્લાના જંગલ તથા પહાડી વિસ્તારમાં આવેલ છે. આરોપી ત્યાંની ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ હતો. જેથી તે પોલીસ પહોંચે તે પહેલાજ તે જંગલમાં નાસી જતો હતો.
જેથી તેને પકડવો ખુબજ મુશકેલ હતું જેથી સુરતની એસઓજી પોલીસે આરોપીને પકડી પાડવા માટે જે વિસ્તારમાં રહેતો હોય તે વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિથી પ્રથમ વાકેફ થયા બાદ આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમે ગંજામ પોલીસની મદદ મેળવી આરોપી લખન દિનબંધુ બહેરા રહે. ગામ બડાબદગી થાના-સોરડા જી.ગંજામ (ઓડીશા)વાળાને તેના ઘરમાંથી તે કાંઈ પણ સમજે વિચારે તે પહેલાજ દબોચી લીધો હતો.
પોલીસે આરોપીને લઇને સુરત ખાતે આવી પહોંચી હતી અને આરોપીની પૂછપરછ શરૂ કરતાં તેણે જણાવેલ કે, પોતે તેના ભાઈ રાજન તથા સુજાન સાથે સને-1998 માં સુરત પનાસગામ ખાતે રહી કપડા વિણાટનુ કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિદ્યા જાણતો હોય તેણે સુરત ખાતે રહેતી કોઈ છોકરીનો મેલી વિદ્યાથી ઇલાજ કરેલ પરંતુ તે છોકરી સાજી થયેલ નહીં જેથી છોકરીના સગા વ્હાલાઓએ તેના ભાઈ સુજાનને ઉપાડી ગયેલ અને તેને છોડવા માટે પૈસાની માંગણી કરેલ. તા.29/09/0998 નારોજ બપોરે પોતે તથા તેનો ભાઈ રાજન અને તેના અન્ય બે મિત્રોએ ભેગા મળી બાબુ ઉપર ચપ્પુ વડે હુમલો કરેલ પરંતુ તે મર્યો નહી. જેથી તેને મોટા પથ્થર વડે મોઢા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી તેનુ ખુન કરી પોતે સુરતથી ભાગીને પોતાના વતન નાસી ગયો હતો.
સુરત શહેર પોલીસ તેને શોધવા તેના વતન ખાતે અવાર નવાર આવતી હોય પરંતુ તે ત્યાંની ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ હતો. જેથી પોલીસ આવે તે પહેલાજ તેને ખબર પડી જતી અને તે ત્યાંથી નાસી જતો હતો. અને કેરેલા ખાતે રહેતો હતો અને હાલમાં મહિના પહેલા જ પોતાના વતન ગામ આવેલ હોવાની હકીકત જણાઇ હતી. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસને હત્યાના આરોપીને 24 વર્ષ બાદ પકડી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે.