Home /News /surat /31st ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એલર્ટ, પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

31st ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એલર્ટ, પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું

31st ડિસેમ્બરને સુરત પોલીસ એલર્ટ

31st December: 31st ડિસેમ્બરને લઈને સુરત પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ બાઈક લઈને રસ્તા પર સ્ટંટ કરતા અને જોખમી રીતે વાહન ચલાવતા યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી હતી.

વધુ જુઓ ...
સુરત: 31st ડિસેમ્બરને લઈને સુરત પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ બાઈક લઈને રસ્તા પર સ્ટંટ કરતા અને જોખમી રીતે વાહન ચલાવતા યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી હતી. આ કોમ્બિનગ દરમિયાન 125 કરતા વધુ ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલી આ કામગીરીના ભાગરૂપે શહેરમાં થતી અઘટીટ ઘટનાઓને રોકી શકાશે.

સુરત શહેર પોલીસ હવે એક્ટિવ મોડમાં


31 ડિસેમ્બરને લઈને સુરત શહેર પોલીસ હવે એક્ટિવ મોડ પર આવી છે. રસ્તા પર સ્ટંટ કરતાં અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવનારા સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ઉમરા અને વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જંકશન પર સુરત પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. DCP, ACP અને પોલીસ સ્ટેશનના PI, PSI સહિતના અધિકારીઓ પણ આ કોમ્બિંગમાં જોડાયા હતા.

આ પણ વાંચો: સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ લાલચી કોન્સ્ટેબલની કરી ધરપકડ

ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે લાલ આંખ


ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવનાર, ત્રીપલ સીટમાં વાહન ચલાવનારા અને ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર યુવાનો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા 125 કરતા વધુ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. વેસુ અને ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારના કારગીલ ચોક, વાય જંકશન, સફલ સ્કવેર, અઠવાલાઇન્સ સહિતના અલગ અલગ જંકશન પર આ કોમ્બિંગની કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચો: જ્ઞાનવાપીની માફક મથુરાની શાહી ઈદગાહ પરિસરનો થશે સર્વે, કોર્ટે આપ્યો આદેશ

શાંતિમય રીતે ઉજવણી કરવામાં માટે અનુરોધ


પોલીસના આ કોમ્બિંગ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી સમયે કેટલાક ઈસમો પાસેથી અલગ અલગ હથિયારો પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઈસમો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા લોકોને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, 31 ડિસેમ્બરની ઉજવણી જ્યારે શહેરમાં થવાની છે ત્યારે જો કોઈ પણ લોકો 31 ડિસેમ્બરની ઉજવણી કરવાના હોય તો તેઓ શાંતિમય રીતે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: 31st Dec Party, 31st december, 31st Party, Surat police, ગુજરાત