Home /News /surat /

Video: સુરત પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં કેદ! માર મારી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો દાવો

Video: સુરત પોલીસની દાદાગીરી સીસીટીવી ફૂટેજમાં કેદ! માર મારી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો દાવો

સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર

Surat crime news: પી.આઈ દ્વારા ફરિયાદીને માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ફરિયાદી દુકાનની બહાર સોફા પર બેઠો હતો તે દરમિયાન પી.આઈ દ્વારા તેને એક લાફો માર્યો હતો તેવું સીસીટીવી કેમેરામાં દેખાય છે.

સુરત: શહેરના (Surat) સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ (Surat PI)વિવાદના દાયરામાં આવ્યા છે. એક ફરિયાદીને માર મારીને અપશબ્દો તેમજ ખોટા કેસોમાં ફસાવી આપવાનની ધમકી આપ્યા હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.

સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર કે. એમ ગુર્જર વિવાદના ડાયરામાં આવ્યા છે. તેમની સામે ગંભીર આરોપ સાથેની અરજી થઈ છે તે પણ સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદીએ અરજી કરી છે. સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઇમપિરિયલમાં  એન્ડ ફાસ્ટ ફ્રુડની દુકાન ધરાવનાર પ્રશાંત સવાણીને માર મારવામાં આવ્યો હતો અને તેમને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી છે.

મહિલા 'માતાજી' બની રુપિયા ડબલ કરવાની લાલચ આપીને આ રીતે કરતી છેતરપિંડી

જોકે, પી.આઈ દ્વારા ફરિયાદીને માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ફરિયાદી દુકાનની બહાર સોફા પર બેઠો હતો તે દરમિયાન પી.આઈ દ્વારા તેને એક લાફો માર્યો હતો તેવું સીસીટીવી કેમેરામાં દેખાય છે. ત્યારે હવે આ મામલે શું કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. જોકે, પોલીસ દ્વારા આ પ્રકારના કૃત્ય કરવાની પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.



ત્યારે આ પોલીસ અધિકારી વિરુદ્ધ એક વ્યક્તિએ ફરિયાદ કરી છે. તેવામાં જોવાનું એ રહ્યું કે, પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે.  સરકારના પોલીસના ભૂતકાળમાં પણ આ જ પ્રકારના વિવાદો સામે આવ્યા છે. તેવામાં બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ મામલે હવે સુરત પોલીસ કમિશનર અધિકારી વિરુદ્ધ કયા પ્રકારના પગલા લે છે તે જોવું રહ્યુ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વીડિયો ફૂટેજ પણ પોલીસ કમિશનરને આપવામાં આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સીસીટીવી, સુરત, સુરત પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन