Home /News /surat /સુરત રેપ કેસઃ કારના તૂટેલા ડોરગાર્ડથી ક્રાઇમબ્રાંચે કેસ ઉકેલ્યો

સુરત રેપ કેસઃ કારના તૂટેલા ડોરગાર્ડથી ક્રાઇમબ્રાંચે કેસ ઉકેલ્યો

  સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 એપ્રિલના રોજ 11 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસ શુક્રવારે રાજસ્થાનથી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. રાજસ્થાન પોલીસે હર્ષ ગુર્જર નામના વ્યક્તિની રાજસ્થાનના સવાઇ માધુપુર જિલ્લાના ગંગાપુરના કુનકુરા ખૂર્દ ગામથી ધરપકડ કરી લીધી હતી. શુક્રવારે જ અમદાવાદ ક્રાઇમબ્રાંચ આરોપીને લેવા માટે રાજસ્થાન પહોંચી હતી. શનિવારે આરોપીને રાજસ્થાનથી અમદાવાદ ક્રાઇમબ્રાંચ લવાયો છે. બાદમાં તેને સુરત લઈ જવામાં આવશે.

  બાળકીની માતાની પણ હત્યાની આશંકા

  એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુરતમાં બે મહિલાની લાશ મળી છે તેમાંથી એક લાશ બાળકીની માતાની છે. આરોપીએ તેની માતાની પણ હત્યા કરી નાખી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી હર્ષ સંઘવી 28મી માર્ચથી 5મી એપ્રિલ સુધી બાંધીને તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. હર્ષે બાળકી પર ખૂબ જ અત્યાચાર ગુજાર્યો હતો. તેણે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ધારદાર વસ્તુઓ પણ ઘૂસાડી હતી. બાળકીને બે દિવસ સુધી ખાવાનું આપ્યું ન હતું. બાળકીએ દમ ન તોડી દીધો ત્યાં સુધી તેના પર અત્યાચાર કરતો રહ્યો હતો. બાળકીના શરીરમાં 86 ઘાના નિશાન જોવા મળ્યા હતા. બાળકીની માતાનું છેલ્લું મોબાઇલનું લોકેશન પણ આરોપીના ઘરનું જ હતું. બાદમાં ફોન આ જ લોકેશન પર બંધ થઈ ગયો હતો. આરોપી હર્ષે બાળકી અને તેની માતાની મુકેશ નામના વ્યક્તિ પાસેથી રૂ. 35 હજારમાં ખરીદી કરી હતી. હર્ષને વિશ્વાસ હતો કે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે.  કોણ છે મુખ્ય આરોપી

  મુખ્ય આરોપી હર્ષ ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની છે. સુરતમાં તે પોતાના ભાઈ સાથે કન્ટ્રક્શનનું કામ કરતો હતો. 27 વર્ષીય હર્ષ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. હર્ષ બાળકી તેમજ તેની માતાને રાજસ્થાનથી પોતાની સાથે લાવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા બાળકીની માતા ગુમ થઈ જતાં તે બાળકીને પોતાની સાથે ઘરે લઈ ગયો હતો. જ્યારે પોતાની હવસનો શિકાર બનાવીને તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે જીણવટભરી તપાસ શરૂ કરતા તે પોતાના પરિવાર સાથે રાજસ્થાન જતો રહ્યો હતો.

  કેવી રીતે ઝડપાયો

  પાંડેસરાની બાળકીનો કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ સુરત પોલીસની મદદે આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે કેસને ઉકેલવા માટે પાંડેસરામાં ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના 250 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં પોલીસે શંકાસ્પદ લાગતી કાર્સની એક યાદી તૈયારી કરી હતી. પોલીસને એક ફૂટેજમાં એક કાળા કલરની શેવરેલોટ સ્પાર્ક કારને ટ્રેક કરી હતી. બાદમાં કારના માલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કારના માલિકે પોતાની કાર તેના મકાન હરિસિંહનો ભાઈ હર્ષ ગુર્જર લઈ ગયાનો ખુલાસો થયો હતો. બાદમાં ક્રાઇમબ્રાંચે રાજસ્થાન પોલીસને જાણ કરતા હર્ષની ગુર્જરની ધરપકડ કરવામાં આવી હતી.

  પ્રદીપસિંહે શું કહ્યું?

  બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયા બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ સંબંધો હતી. તેમણે જણાવ્યું હતું કે, 'આરોપીની રાજસ્થાનના ગંગાનગરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે.' તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ અને ક્રાઇમબ્રાંચની કામગીરી પ્રસંશનીય છે. આ મામલે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. મૃત બાળકીની માતાની પણ લાશ મળી છે. બાળકીના હત્યારાઓને કડક સજા કરવામાં આવશે.

  શું છે આખો બનાવ?

  6 એપ્રિલના રોજ પોલીસને પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓને શોધવા માટે 100થી વધારે પોલીસકર્મીઓ તેમજ અલગ અલગ એજન્સીઓને કામ લગાડવામાં આવી હતી. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ સુરત પહોંચી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ, રાજસ્થાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन