Home /News /surat /સુરત પાલિકાના કર્મીએ કંટાળી ઓફિસમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ, ઘટનાના CCTV માં કેદ

સુરત પાલિકાના કર્મીએ કંટાળી ઓફિસમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ, ઘટનાના CCTV માં કેદ

વીડિયોમાંથી લીધેલી તસવીર

Surat News: અધિકારીઓના ત્રાસથી કર્મચારી દ્વારા ઓફિસમાં ઝેરી દવા પીવામાં આવી હતી.  આ કર્મચારી સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યો છે.

સુરત: મહાનગરપાલિકાની (SMC) વરાછા એ ઝોન ઓફિસમાં એક કર્મચારીને ઉપરી અધિકારીઓ એટલી હદે ત્રાસ આપતા હતા જેને લઈને કર્મચારી (SMC Employee try to suicide) કંટાળી જઈને 3 તારીખે ઝોન ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજીબાજુ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) અને વીડીયો પોસ્ટ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં સરકારી વિભાગમાં અનેક અધિકારી દ્વારા નીચલા કર્મચારીઓને હેરાન કરવા સાથે પરેશાન કરતા હોવાની સતત ફરિયાદ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવતા ચકચાર મચી જાવા પામી છે. ઉપરી અધિકારીના ત્રાસથી એક કર્મચારી દ્વારા આપઘાત પ્રયાસ કરવામાં આવતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગર પાલિકાના વરાછા વિસ્તારમાં આવેલી વરાછા એ ઝોન ઓફીસમાં ગત તારીખ 3ના દિવસે એક કર્મચારી ઓફિસમાં આવીને તેમના ઉપરી અધિકારી તેમને હેરાન કરતા હોવા સાથે નોકરી પર હાજર હોવા છતાંય તેમની ગેરહાજરી મુકવા સાથે ખાનગી કામ આપીને હેરાન કરતા હતા.

આ પણ વાંચો - મોરિયા બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ કોલેજના ધાબા પરથી પડતૂં મૂકીને કર્યો આપઘાત, કારણ અકબંધ

જોકે, આ કર્મચારી અધિકારી કહેવા મુજબ, અનેક કર્મચારી દ્વારા માનસિક ત્રાસ આપવા સાથે જળ રીતે હેરાન કરવામાં આવતા હોવાને લઇને આ કર્મચારી એટલી હદે કંટાળી ગયો હતો કે, તેને અન્ય કર્મચારી જાણકારી આપીને ઝોન ઓફિસમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો  હતો. જોકે આ ઘટના જાણકારી અન્ય કર્મચારીને મળતાની સાથે તેઓ તાત્કાલિક દોડી આવીને આ કર્મચારીને  108ની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Surat News: રૂ.50 માટે કારીગરે પોતાના જ માલિકને લૂંટી લીધો, પોલીસે દબોચ્યા બાદ આરોપી નીકળ્યો ખુની

જ્યાં તેમની તબિયત સારી હોવાનું તબીબો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જોકે, આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે, આ ઘટનાને લઈને મનપા દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે કે, અધિકારી કેવો ત્રાસ આપતા હતા. કર્મચારીએ ઓફિસમાં કેમ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, આ કર્મચારીદ્વારા આપઘાત પહેલાનો અને ઘટના સમયના સીસીટીવી વાઇરલ કરવામાં આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતાંની સાથે આ અધિકારી સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Suicide news, આપઘાત, ગુજરાત, સુરત