સુરતના લિંબાયત વિસ્તારના રણછોડ નગરમાં આવેલી ખાડી પાસેથી થોડાં દિવસ પહેલાં મળેલા ભ્રુણ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે સુરતની લિંબાયત પોલીસે નજીકમાં જ આવેલી હોસ્પિટલની નર્સની ધરપકડ કરી હતી.
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારના રણછોડ નગરમાં આવેલી ખાડી પાસેથી થોડાં દિવસ પહેલાં મળેલા ભ્રુણ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે સુરતની લિંબાયત પોલીસે નજીકમાં જ આવેલી હોસ્પિટલની નર્સની ધરપકડ કરી હતી. આ નર્સે એક કપલનું એબોર્સન કરાવ્યા બાદ તેને ખાડીની જગ્યા પર નીચે નાખી દીધું હોવાના વીડિયો સામે આવ્યા છે. જો કે, આ મામલે પોલીસે ડોક્ટરની સંડોવણી છે કે નહીં તે મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના લિંબાયેલી વિસ્તારમાં આવેલા રણછોડ નગર પાસેની ખાડી નજીકથી એક બાળકનું મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હતું. 18 માર્ચના દિવસે બનેલી ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરતાં જ નજીકમાં આવેલી શિખા નામની હોસ્પિટલમાં કામ કરતી અંજુસિંહ નામની મહિલા દ્વારા આ ભ્રુણ અગાસીમાંથી ફેંક્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ માહિલાની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના એક વ્યક્તિએ તેને ફોન કર્યો હતો અને એક કપલ એબોર્સન કરાવવા માટે આવ્યું હોવાની વિગતો પોલીસને આપી છે.
એબોર્સન કરાવ્યા બાદ હોસ્પિટલના પાછળના ભાગથી ખાડીમાં નાખવા જતા તે રસ્તામાં પડ્યું હોવાનું તેને ધ્યાન આવતા તે ભાગી છૂટી હતી. પરંતુ પોલીસે વિગતોના આધારે મહિલાની ધરપકડ કરી છે. આ જ હોસ્પિટલના ડોક્ટરની 15 દિવસ પહેલાં ગેરકાયદેસર પ્રવૃતિ કરવાના ગુના બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે આરોપી મહિલાની પૂછપરછ કરતા તેણે ભ્રુણને ગેરકાયદેસર રીતે કાઢ્યા બાદ અગાસી પરથી નીચે ફેંકી દીધું હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આ મામલે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કોર્ટે આ મામલે નર્સના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.