Home /News /surat /સુરત : ડીવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સંબંધ બાંધી તરછોડી, મહિલાએ કર્યો આપઘાત

સુરત : ડીવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સંબંધ બાંધી તરછોડી, મહિલાએ કર્યો આપઘાત

પ્રતિકાત્મક તસવીર

મહિલાના અંગત પળોના ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી અને ફ્લેટનો દસ્તાવેજ પોતાની પાસે લઇ લીધો હતો અને...

સુરત : શહેરમાં મહિલા અત્યાચારની ઘટનાઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે આજે એક ડીવોર્સી મહિલાને પ્રેમ જાળમાં ફસાવી તરછોડી દેવાના મામલામાં મહિલાએ આપઘાત (Suicide)કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે (Surat Police)આરોપી પ્રેમી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવાનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ખાતે રહેતી ડીવોર્સી મહિલાને પાડોશી યુવાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેનું શારીરિક શોષણ કરવા સાથે તેની સાથે અનૈતિક સંબંધ પણ રાખ્યા હતા. જોકે લગન કરવાનું કહેતા આ યુવાને ના પડી દીધી હતી, જેથી મહિઆએ યુવાન સાથે સંબંધ કાપી નાખ્યા હતા. જોકે આ યુવાને મહિલા સાથેના અંગત પળોના વિડીયો વાઇરલ કરવાનું કહી અને બ્લેકમેઈલ કરતા આખરે મહિલાએ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ પ્રકરણમાં યુવાન વુરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોવડોદરામાં કમકમાટીભર્યું મોત : કર્મચારીનું માથું લિફ્ટમાં છુંદાઈ જતા ઉડ્યા લોહીના ફૂવારા, દોડધામ CCTVમાં કેદ

વિગતે ઘટનાની વાત કરીએ તો, સુરતમાં મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે, ત્યારે થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ડીવોર્સી મહિલાએ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના બની હતી. મૃતક મહિલાને પાડોશમાં રહેતા રાજેન્દ્ર સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ યુવાને લગ્નની લાલચ આપી મહિલાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી, અને તેની સાથે અનૈતિક સબંધ રાખતો હતો અને મહિલાનું શારીરિક શોષણ કરતો હતો. આખરે આ સબંધને લઈને મહિલાએ યુવાનને લગન કરવા માટે કહ્યું હતું, ત્યારે રાજેન્દ્રએ શીતલને તેની સાથે લગન નહીં કરવા માટે કહ્યું હતું, જેને લઈને આ મહિલાએ પ્રેમસબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોસુરત: વરાછામાં લુખ્ખાતત્વોની Live મારા મારીનો Video, ફેટંબાજી કરી સોસાયટીમાં આતંક મચાવ્યો

જોકે રાજેંદ્ર દ્વારા મહિલાનના અંગત પળોના ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી અને ફ્લેટનો દસ્તાવેજ પોતાની પાસે લઇ લીધો હતો અને તે આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી બદનામીના ડરથી શીતલે 15 ફેબ્રુઆરીના રોજ રહેણાંક ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે આ મામલે પોલીસે જયારે તપાસ શરૂ કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસે મહિલાના આપઘાત પ્રકરણમાં તેના પ્રેમી વિરુદ્ધ આપઘાની દુષ્પ્રેરણા ગુનો દાખલ કરી વધુ તપાસ સાથે આરોપી યુવાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Pandesara police, Surat news, Surat police, Woman suicide

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો