Home /News /surat /સુરત : રસ્તે ચાલતા લોકોનો મોબાઈલ ચોરવો ભારે પડ્યો, સ્થાનિકો દ્વારા ચોરની ધોલાઈનો Live Video

સુરત : રસ્તે ચાલતા લોકોનો મોબાઈલ ચોરવો ભારે પડ્યો, સ્થાનિકો દ્વારા ચોરની ધોલાઈનો Live Video

મોબાઈલ ચોરને ઝડપી લોકોએ આપ્યો મેથીપાક

વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનિકો ચોરને માર મારી રહ્યા છે. ચોર પાસેથી મોબાઈલની સાથે પર્સ પણ મળી આવ્યું.

સુરત : શહેરમાં છેલ્લા લાંબા સમયથી મોબાઇલની ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકનો મોબાઈલ રસ્તામાં ચાલતા-ચાલતા ચોરે અચાનક ખિસ્સામાંથી કાઢી લીધો હતો. જોકે યુવાનને ખ્યાલ આવી જતાં તાત્કાલિક મોબાઇલ ફોન ચોરનારને પકડી પાડયો હતો. આ યુવાનના ખિસ્સામાંથી પાકીટ પણ મળી આવ્યું હતું, તે પણ ચોરીનું હોવાનું, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા યુવાનોએ ચોરને ઢોર માર મારીછોડી મુકયો હતો. આ સમગ્ર ઘટનાનો કોઈ સ્થાનિકે મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે, તેમાં પણ સૌથી વધુ મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક નજર ચૂકવીને મોબાઈલ તો ક્યાંક ચેઈન સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી છે, મોબાઈલ સ્નેચરો પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયા છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે શાંતારામ નજીકથી પસાર થતા એક યુવકના ખિસ્સામાંથી સામેથી આવતા એક યુવાને મોબાઈલ સેરવી લીધો હતો.

આ પણ વાંચો - Real ટાર્ઝન! ખબર જ નથી કે મહિલાઓ શું હોય છે? 41 વર્ષ વિતાવ્યા જંગલમાં, ઉંદરનું માથુ તેમનું ફેવરેટ ફૂડ!

મોબાઇલ સ્નેચર પળવારમાં જ નીકળી જતાં યુવાનને ખ્યાલ આવી ગયો કે, તેનો મોબાઇલ ચોરાયો છે. તેણે તાત્કાલિક આ મોબાઇલ ચોરનાર યુવાનનેઝડપી પાડયો અને તેની તપાસ કરતા તેના ખિસ્સામાંથી જ મોબાઇલ મળી આવ્યો હતો. આ સિવાય મોબાઈલ ચોરના ખીસ્સામાંથી કોઈનું પાકીટ પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત ચોરને શોધતો-શોધતો એક અન્ય યુવાન પણ ત્યાં પહોંચ્યો હતો. ચોર પાસેથી મોબાઇલ અને પર્સ મળી આવતા આ ચોરને સ્થાનિક લોકોએ લાકડાના ફટકા વડે જાહેરમાં ઢોર માર માર્યો હતો.



આ ચોરને માર મારતા હતા ત્યારે કોઈ વ્યક્તિએ મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને લઇને હવે પોલીસ દોડતી થઈ છે. પ્રશ્ન એ છે કે, યુવકને માર માર્યા બાદ છોડી કેમ મૂકવામાં આવ્યો હતો, પોલીસે હવે માર મારવાળા અને ખાસ કરીને મોબાઇલ ચોરી કરનાર યુવકની શોધખોળ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Mobile snatching, Mobile Thief, Pandesara police, Surat news, Surat pandesara Live Fight, Surat police