Home /News /surat /સુરતમાં અપહરણનો પ્રયાસ નિષ્ફળ : ધોરણ-9ની વિદ્યાર્થીનીએ બતાવી બહાદુરી, દાદુ યાદવ ઉભી પૂંછડીએ ભાગ્યો

સુરતમાં અપહરણનો પ્રયાસ નિષ્ફળ : ધોરણ-9ની વિદ્યાર્થીનીએ બતાવી બહાદુરી, દાદુ યાદવ ઉભી પૂંછડીએ ભાગ્યો

પ્રતિકાત્મક તસવીર

યુવાને ભાગતા પહેલા આ બંને બહેનોને ધમકી આપી કે, 'કીસીકો બતાના મત, નહીં તો જાનસે મારૂ દુંગા'.

સુરત : શહેરમાં સતત મહિલા અત્યાચારની ફરિયાદ સતત સામે આવી રહી છે, ત્યારે ગતરોજ પાંડેસરા વિસ્તારમાં બે સગી સગીર બહેન ટ્યૂશનથી ઘરે જતી હતી, ત્યારે એક યુવાન દ્વારા બેમાંથી એક બહેનનો હાથ પકડી અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક બહેનના અપહરણનો પ્રયાસ થયો, ત્યારે બીજી બહેને યુવાનનો પ્રતિકાર કરતા બંને બહેનનો બચાવ થવા પામ્યો હતો. આ મામલે સગીર બહેનોના પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં સતત મહિલા અતયાચાર અને તેમાં પણ બાળકીઓ સાથે સગીરા સાથે દુષ્કર્મ-છેડતી અને શારીરિક અડપલાં કરવાની ઘટન સતત સામે આવી રહી છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે સુરતના પાંડેસરામાં. અહીં ઇલેકટ્રીક વેપારીના પરિવારમાં પત્ની સાથે 3 બાળકી છે. પરપ્રાંતીય પરિવારની બે સગીર પુત્રીમાંથી ધોરણ 9માં અભ્યાસ કરતી બીજા નંબરની પુત્રી તોરલ અને ધોરણ 7માં અભ્યાસ કરતી નાની પુત્રી નિરાલી બે સગીર દીકરી ગતરોજ પોતાના નિત્યક્રમ મુજબ ટ્યૂશન જેણે ઘરે પરત ફરતી હતી, ત્યારે પાંડેસરા બાલાજી નગર નજીક અંધારાનો ગેરલાભ લઇ દાદુ યાદવ નામના યુવાને નિરાલીનો હાથ પકડી તેના તરફ ખેંચી લીધી હતી.

આ પણ વાંચોસુરત : કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

જોકે નિરાલી કંઇ સમજે તે પહેલા દાદુએ “ચલ મેરે સાથ” એમ કહી અજ્ઞાત ઠેકાણે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તોરલે હિંમ્મત દાખવી દાદુનો પ્રતિકાર કરતા ધક્કો મારી નિરાલીને પોતાની તરફ ખેંચી લીધી હતી. એક સાથે બંને બહેનોએ બુમાબુમ કરતા, અપહરણ કરવા આવેલ દાદુ નામનો યુવાન ગભરાઈને ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યો હતો. યુવાને ભાગતા પહેલા આ બંને બહેનોને ધમકી આપી કે, 'કીસીકો બતાના મત, નહીં તો જાનસે મારૂ દુંગા'.

આ પણ વાંચો - 'હું પત્નીને ખૂબ પ્રેમ કરું છું, સાથે લઈ જાઉ છું', મારી દીધી ગોળી, પછી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

તોરલ અને નિરાલી ઝડપથી ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં જ ઇલેકટ્રીકની દુકાન ધરાવતા પિતા બહાર ઉભા હતા તેમને સમગ્ર બાબતની જાણ કરી હતી. આ મામલે ગભરાયેલો પરિવાર તુરંત બંને બાળકીને લઈને પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી બાળકીના અપહરણ કરવાનો પ્રયાસ કરનાર દાદુ નામના યુવાનને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.
First published:

Tags: Pandesara police, Student Girl, Surat kidnapping, Surat news, Surat police

विज्ञापन