Home /News /surat /સુરત : 14 વર્ષની વિદ્યાર્થીનીએ Coronaથી મુત્યુ પામેલા લોકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ - Video

સુરત : 14 વર્ષની વિદ્યાર્થીનીએ Coronaથી મુત્યુ પામેલા લોકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ - Video

કોરોનામાં મૃત્યું પામેલા લોકોને સોન્ગ દ્વારા શ્રદ્ધાંજલિ

જાનવી ભટ્ટ ધોરણ 9માં ભણે છે અને હાલ ઓનલાઈન ભણતર સાથે જે પણ સમય તેને મળતો હતો તે પોતાના પ્રિય વિષય સંગીતને આપી

સુરત : હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી બાળકોનો અભ્યાસ બંધ છે, આવી પરિસ્થિતિમાં બાળકો ઘરમાં કોઈ અન્ય પ્રવૃતી કરતા હોઈ છે. આવીજ એક પ્રવૃત્તિ સુરતની 14 વર્ષિય વિદ્યાર્થીનીએ કરી છે. જેણે કોરોના કાળમાં ઓનલાઇન અભ્યાસ કરતા જે કોઈ સમય બચતો હતો તેમાં પોતે ભજન અને સંગીત સાથે પસાર કરતી હતી. આ 14 વર્ષિય વિદ્યાથીનીએ કોરોનાના બીજા સ્ટેજ પર પોઝિટિવ દર્દીના મુત્યુ પામનારને રામનવમીએ શ્રદ્ધાંજલિ રૂપે આ ગીત ગાયું છે.

સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે અને છેલ્લા એકે મહિનાથી સતત કોરોના દર્દી મોત થઇ રહ્યા છે ત્યારે સુરતની એક યુવતીએ કોરોનામાં મુત્યુ પામેલા લોકો માટે એવું કર્યું છે જે જાણીને તમને પણ આ યુવતી પર ગર્વ થશે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતી માત્ર ૧૪ વર્ષીય જાનવી છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના આંકડા સાંભળીને એટલી હદે વ્યથિત થઈ ગઈ હતી કે, મૃતકોના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને મહાત્મા ગાંધીજીની કહેવાતી રામ ધુન તૈયાર કરી છે.



આશરે સાત મિનિટની રામધુન કોરોના પરિવારજનોને સાંત્વના આપવા માટે તૈયાર કરી છે. જાનવી ભટ્ટ ધોરણ 9માં ભણે છે અને હાલ ઓનલાઈન ભણતર સાથે જે પણ સમય તેને મળતો હતો તે પોતાના પ્રિય વિષય સંગીતને આપી હતી.

આ પણ વાંચોસુરત : Coronaનો સર્વે કરવા ગયેલી શિક્ષિકાએ એક 14 માળની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી

જાનવીને વિચાર આવ્યો કે, સંગીતના માધ્યમથી કોરોના મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે અને ચાર મહિનાના પ્રયાસ બાદ આ ગીત તૈયાર કર્યું હતું. જોકે આજે રામનવમીના દિવસે આ ખાસ ગીત તેણે કોરોનામાં છેલ્લા એક વર્ષમાં મુત્યુ પામેલા લોકોને અર્પણ કર્યું છે, ત્યારે આ ગીત લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Corona death, Student Girl, Surat Coronavirus, Surat news

विज्ञापन