Home /News /surat /સુરતમાં કરૂણ ઘટના : 'રાત પાલી કરી આરામથી ઝૂંપડામાં સુઈ રહ્યો હતો', અચાનક ચીમની પડતા યુવાનનું મોત

સુરતમાં કરૂણ ઘટના : 'રાત પાલી કરી આરામથી ઝૂંપડામાં સુઈ રહ્યો હતો', અચાનક ચીમની પડતા યુવાનનું મોત

હજારો કિલોની ચીમની નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

જોત જોતામાં પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિનું મોત થયું હતું, જેને લઈને પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો

સુરત : કહેવાય છે ને કે મોત ક્યાંથી અને કેવી રીતે આવે છે તે કોઈ નથી જાણતુ, આવી એક ઘટના સુરતમાં બનવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક ઝૂંપડામાં રહેતો યુવાન આજે રાત પાલી નોકરી કરી ઘરે આવીને શાંતીથી સૂઈ રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલ મિલની ચીમની તેના પડતા તે દબાઈ ગયો હતો અને તેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાસેડતા તેનું કરુંણ મોત થયું છે.

સુરતમાં આજે એક એવી કરુણ ઘટના બની છે તે સાંભળીને ભલ ભલાનાં રુંવાડા ઉભા થઇ જશે. ઉધના રોડ નંબર 7 પર એક ક્રિશ્ના ડાઈંગ મિલ આવેલી છે, આ મિલ વર્ષો જૂની છે. જોકે આ મિલમાં ધુમાડા બહાર જાય તે માટે એક ચીમની ઉભી કરવામાં આવી હતી. આ ચીમની અકસ્માતથી કોઈના પર પડે નહીં તે માટે તેને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, આ સમયે અચાનક ચીમની પડતા એક યુવાનનું મોત થયું છે.

આ પણ વાંચોસુરત : છ વર્ષથી પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ કર્યો આપઘાત, પ્રેમી અને તેના પરિવાર સામે નોંધાયો કેસ

જે જગ્યા પર મિલની ચીમની ઉતારવામાં આવી રહી હતી, ત્યાં બાજુમાં આવેલ ઝૂંપડામાં રાત પાલી નોકરી કરીને રામભુવન તિવારી નામનો યુવક સૂતેલો હતો. અચાનક આ સમયે ચીમની તેના ઝુંપડા પર પડી હતી, જેમાં આ યુવાનના પગ ચીમની નીચે દબાઈ જવા પામ્યા હતા. જોકે આ અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને આપી હતી જેને લઈને પોલીસ અને ફાયર તાતકાલિક બનાવ સ્થળ પર દોડી આવીને આ યુવાનને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને તાતકાલિક નજીકની હોસ્પિત ખાતે સારવાર માટે ખસેડવામાં આવીયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ આ યુવાનું મોત થયું હતું.

આ પણ વાંચો - અવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ

જોકે આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે પોતાના ઘરે સુતેલા યુવાન પર આકાશમાંથી મોત આવ્યું અને જોત જોતામાં પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિનું મોત થયું હતું, જેને લઈને પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો
First published:

Tags: Surat Accident, Surat news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો