Home /News /surat /સુરત : કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

સુરત : કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત

કોલેજ વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો

વાંકલ ખાતેની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજના કુમાર છાત્રાલયમાં આપઘાત કર્યો. વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું

કેતન પટેલ, સુરત : રાજ્યમાં કોરોનાવાયરસ અને લોકડાઉન બાદ આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ માનસિક પરેશાની તો કોઈ આર્થિક પરેશાનીથી કંટાળી આપઘાત કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ આમાં બાકાત નથી. અનેક વિદ્યાર્થીઓ કોરોના વાયરસ અને લોકડાઉન બાદ ઓનલાઈન અભ્યાસથી કંટાળી આપઘાત કરી રહ્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક વધુ ઘટના સુરત જિલ્લાના વાંકલ ખાતે સામે આવી છે જેમાં એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકલ ખાતે આવેલી કોલેજમાં વિદ્યાર્થી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઉમરપાડામાં રહેતા અને વાંકલ ખાતે સરકારી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રેમ પ્રકરણને લઇને આપઘાત કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે. આપઘાતના બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોમોરબી : 'નાના બાળકનો હાથ કેમ મચકોડો છો', 'બાળકને બચાવવા જતા ભરવાડે હથિયારોથી મિત્રને રહેંસી નાખ્યો'

વિગતે ઘટનાની વાત કરીએ તો, વાંકલ ખાતેની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોલેજના કુમાર છાત્રાલયમાં આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ રૂમમાં રહેલી ચાદર વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો'હું પત્નીને ખૂબ પ્રેમ કરું છું, સાથે લઈ જાઉ છું', મારી દીધી ગોળી, પછી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, આપઘાત કરનાર વિદ્યાર્થી ઉમરપાડાનો રહેવાસી હતો. આ ઘટનાને લઇને માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે. આ વિદ્યાર્થી સાથે રહેતા અન્ય વિદ્યાર્થીઓએ આપઘાત કરવા પાછળ કોઈ કારણ ન હોવાનું જણાવી રહ્યા છે. પોલીસે હાલમાં સમગ્ર મુદ્દે પરિવારને પણ જાણ કરી દેવામાં આવી છે. અને પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોસુરેન્દ્રનગરમાં સગીરા પર દુષ્કર્મ, બે ભાભીએ મદદ કર્યાનો આક્ષેપ, માતાએ Video વાયરલ કરી મદદ માંગી

હાલમાં પોલીસે લાશનો કબ્જો લઈ લાશને પીએમ માટે મોકલી દીધી છે. પોલીસ દ્વારા પરિવારનું પણ નિવેદન લેવામાં આવશે. સાથે અન્ય વિદ્યાર્થીઓની પુછપરછ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીના મોત પાછળ સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે ચક્રોગતિમાન કરી દીધા છે.
First published:

Tags: Student suicide, Surat news