Home /News /surat /સુરત : લુખ્ખા તત્વોનો આતંક, એક યુવાનને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો - Video વાયરલ

સુરત : લુખ્ખા તત્વોનો આતંક, એક યુવાનને અર્ઘનગ્ન કરી ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધ્યો - Video વાયરલ

સુરતમાં લુખ્ખાતત્વોનો આતંક

વિડીયો વાયરલ થતાની સાથે સુરતના પાંડેસરા વિસ્તાર પોલીસ દોડતી થઈ ગઈ હતી, કયા સ્થળનો વીડિયો છે તે પોલીસે શોધી કાઢ્યું, હવે વીડિયોમાં દેખાતા તત્વો સામે કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યા

સુરત : છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે કારણ કે પોલીસ આવા સામાજિક તત્વો સામે પગલાં નથી લેતી, તેને લઈને તેઓ બેફામ બન્યા છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વોએ એક યુવકને ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધી દીધો હતો, સૂત્રો અનુસાર, તેને માર પણ મારવામાં આવ્યો હતો, આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે વીડિયો વાયરલ થતાની સાથે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરત શહેરમાં કાયદાની પરિસ્થિતિ દિવસેને દિવસે લથડી રહી છે. કારણ કે અસામાજીક તત્વો પોલીસની નિષ્ક્રિયતાના પગલે બેફામન બન્યા છે. લુખ્ખાતત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે સામાન્ય વ્યક્તિઓને રંજાડવા સાથે માર મારતા હોય છે, ત્યારે અનેક આવી ઘટનાઓ સામે આવ્યા બાદ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. આવો જ વધુ એક વીડિયો વાયરલ થતાની સાથે જ ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો - ખેડા : પાકી ભાઈબંધી! એક-બીજાને બચાવતા ત્રણ બાળકોના તળાવમાં ડુબવાથી મોત, અંતિમ યાત્રામાં ગામ હિબકે ચઢ્યું

આ વિડિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જય અંબે નગરનો હોવાનું માનવામાં આવે છે, અહીં કેટલાક ઇસમો રાત્રી દરમિયાન એક યુવકને ઇલેક્ટ્રીક પોલ સાથે બાંધીને માર માર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે રીતે કેટલાક અસામાજિક તત્વો એક યુવકને ઇલેક્ટ્રીક બોર્ડ સાથે બાંધીને ધમકાવતા જોવા મળી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે, દિવસેને દિવસે લુખ્ખાતત્વોની દાદાગીરી વધતી જાય છે.



આ વીડિયો વાયરલ થતા જ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા અસામાજિક તત્વો છે, તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ સતત આવી ઘટનાઓને લઈને પોલીસની છબી ખરડાઇ રહી છે અને સામાન્ય વ્યક્તિ હેરાન થઈ ગયા છે, ત્યારે આવા અસામાજીક તત્ત્વો સામે પોલીસે કાયદેસરની અને કડક કાર્યવાહી કરશે તો જ કામ લાગી શકે નહિ તો આવા લોકો બેફામ બનેલા તત્વો લોકોને રંજાડતા જ રહેશે.
Published by:kiran mehta
First published:

Tags: Pandesara police, Surat news, Surat police, Video viral

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો