સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં વતનથી મોટા ભાઈને ત્યાં રહેવા આવેલી તરૂણી નજીકમાં રહેતા યુવાન સાથે છેલ્લા કેટલાક દિવસથી ફોન પર વાતો કરતી હતી, જોકે આ વાતની જાણકારી પરિવારને મળતા પરિવાર ઠપકો આપ્યો હતો, આ વાતનું લાગી આવતા તરુણીએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસે આ મામલે તાપસ શરૂ કરી છે.
સુરતમાં આપઘાતની ઘટના સતત સામે આવી રહી છે, તેમાં પણ નાની ઉંમરના બાળકો પણ આપઘાત કરી રહ્યા છે, કોઈ બાળક અભ્યાસમાં પરિણામની ચિંતામાં તો તો કોઈ બાળક પરિવારના ઠપકાથી નારાજ થઈ આપઘાત કરી રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં સામે આવી છે. અહીં મૂળ ઉત્તર પ્રદેશના બાંદાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારનો મોટો દીકરો પોતાની પત્ની સાથે રહીને અહીંયા મજૂરી કામ કરીને પરિવારને આર્થિક મદદ કરે છે.
થોડા દિવસ પહેલા આ પરિવારની 15 વર્ષની તરૂણી વતનથી પોતાના મોટા ભાઈના ઘરે 15 દિવસ પહેલા રહેવા આવી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી તે મોહલ્લા રહેતા એક યુવાન સાથે સતત ફોન પર વાત કરતી હતી. આ વાતની જાણકારી મળતા પરિવારમાં મોટા ભાઈ દ્વારા નાની બહેનને ઠપકો આપવામાં આવ્યો કે, આવું કરીશ તો વતનમાં પિતા પાસે મોકલી આપીશ. બસ મોટાભાઈની આ વાત લાગી આવતા આ તરૂણીએ મોટો ભાઈ જ્યારે તેની પત્નીને લઈને દવાખાને ગયો હતો ત્યારે ઘરે છતના સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મોટો ભાઈ હોસ્પિટલથી ઘરે આવ્યો ત્યારે આ તરૂણીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવતા તેણે બુમાબુમ કરતા પાડોશીઓ તાતકાલિક દોડી આવ્યા અને આ ઘટનાઈ જાણકારી પોલીસને આપી હતી. પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી અને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે તરુણીના આપઘાને લઈને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ જવા પામ્યું હતું.