સુરત : રાજ્યના મોટા શહેરોમાં કોરોનાને લઈ સ્થિત કથળી રહી છે. જેને લઈને સુરતમાં પણ તંત્ર દ્વારા અનેક મહત્વનાં નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેમાં માસ ટ્રાન્સપોર્ટની સેવાઓ ST બસ, BRTS બસ અને સીટી બસ બંધ કરી દેવાઈ છે, જેને લઈને સામાન્ય જનતા પરેશાનની ભોગવી રહી છે. એમાં પણ આમ લોકો પર પડ્યા પર પાટુ સમાન જેવી સ્થિતિ સર્જાઈ હતી.
માસ ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ થતા શહેરમાં એમ માત્ર રીક્ષાનો સહારો છે. ત્યારે હવે આ રીક્ષા ચાલકો લોકો પાસેથી ૨થી ૩ ગણા ભાડા વસુલી રહ્યા છે. જેને લઈને સામાન્ય લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે, અને કેસો ૪૦૦ની નજીક નોંધાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. કોરોનાનું સંક્રમણ ઘટાડવા શહેરમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
શહેરમાં અનેક સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં બીડ જામતા સ્થળો પર કાર્યવાહી કરાઈ રહી છે. તો સાથે ટેસ્ટીંગ પણ વધારાઈ રહ્યું છે. જો કે લોકોમાં ફેલાતું આ સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટની સેવાઓ ST બસ, BRTS બસ અને સીટી બસ બંધ કરી દેવાઈ છે. આ સેવાઓનો ઉપયોગ શહેરના સામાન્ય અને ગરીબ લોકો કરે છે. આ ઉપરાંત શહેરમાં નોકરી માટે અપ-ડાઉન કરતા અને આ શહેર ઉપરાંત અન્ય શહેરોમાં ધંધો ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ તમામ સેવા બંધ કરાતા શહેરમાં એક માત્ર રીક્ષા શરુ છે. ત્યારે હવે લોકો મુસાફરી કરવા માટે રીક્ષાનો સહારો તો લઈ રહ્યા છે. પરંતુ આ સેવામાં પણ લોકોને આગે કુવા પીછે ખાઈ જેવો ઘાટ સર્જાયો છે. રીક્ષા ચાલકો લોકો પાસેથી ૨થી ૩ ગણા ભાડા વસુલી રહ્યા છે. જેને લઈને લોકોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, ચુંટણી દરમ્યાન રાજકીય નેતાઓએ કરેલી આ રાજ્કીય મેળાવડાનાં કારણે કોરોના વકરી રહ્યો છે. જેને લઈને આજે સામાન્ય લોકો આ બધાનો ભોગ બની રહ્યા છે.