Home /News /surat /સુરતમાં ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ: 5 બહેન વચ્ચે એકનો એક ભાઈ મરણ પથારીએ, બહેન કિડની આપી બચાવશે જીવ
સુરતમાં ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ: 5 બહેન વચ્ચે એકનો એક ભાઈ મરણ પથારીએ, બહેન કિડની આપી બચાવશે જીવ
બહેન પોતાની કીડની આપી ભાઈનો બચાવશે જીવ
સંતરામભાઇએ પુત્રને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આમ તો ભાઈ બહેની રક્ષા કરતા હોય છે, ત્યારે અહીંયા તો બહેને ભાઈના જીવની રક્ષા કરવા સામે આવી.
કિર્તેશ પટેલ, સુરત : ભાઈ બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે. જોકે બહેન ભાઈ સાથે રક્ષાબંધન કે ભાઇબીજના અવસરે બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેના બદલામાં ભાઈ બહેની રક્ષા કરવાનું વચન આપતો હોય છે, ત્યારે સુરતમાં ભાઈ બહેનનો એવો પ્રેમ જોવા મળ્યો છે કે, તે જોઈને દરેક ભાઈને પોતાની બહેન પર ગર્વ થશે. સુરતમાં એક પરિવારમાં પાંચ દીકરી પર એક દીકરો હતો. જોકે આ દીકરો કિડની બીમાર થી પીડાતો હતો, ત્યારે પરિવારમાં વિકલાંગ દીકરીને લઇને પરિવાર પરેશાન હતો, ત્યારે આજ દીકરીએ પોતાની એક કિડની આપી એકના એક ભાઈને જીવન દાન આપવા સામે આવી છે.
રક્ષાબંધન કે ભાઇબીજના અવસરે બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેની સામે બહેનની છેલ્લા શ્વાસ સુધી સુરક્ષાનો વચન આપે છે, પણ સુરતમાં રહેતા એક ભાઈ બહેની પ્રવિત્ર સબધ માં ભાઈ બહેની રક્ષા કરવાની જગ્યા પર બહેન ભાઈની રક્ષા કરવા માટે અને નવું જીવન આપવા માટે આગળ આવી છે. સુરતના પાંડેસરા બમરોલી રોડની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતાં સંતરામ હરીજન સંચાના કારખાનામાં કામ કરે છે. જોકે સંતરામને પરિવારમાં પાંચ દીકરી પર એક દીકરો છે, તેમાંથી બે દીકરી વિકલાંગ અને તેમાં એક દીકરી પ્રજ્ઞાચક્ષુ છે.
આ પરિવારમાં પાંચ બહેનનો એકનો એક ભાઈ છેલ્લા કેટલાક સમયથી કિડની બીમારીથી પીડાઈ રહ્યો છે. જોકે તેની કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી છે. સંતરામભાઇએ પુત્રને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે, પરંતુ કોઈ ડોનર મળવું મુશ્કેલ હોવાથી માતા-પિતા સહિત બહેનોએ એક કિડની જીતેન્દ્ર ઉર્ફે લાલુને આપવાની તૈયારી દર્શાવી હતી, પણ માતા-પિતાની વૃદ્ધાવસ્થાના લીધે દીકરી સુષ્માએ તાત્કાલિક ઓપરેશન કરીને ભાઇને કિડની આપી જીવન બચાવવા તૈયારી બતાવતા પરિવાર અમદાવાદ રવાના થયો છે.
જન્મજાત પ્રજ્ઞાચક્ષુ બહેન સુષ્માએ કહ્યું કે, હું કિડની આપીશ તો મારો ભાઈ મારી આંખો બની મારી જીંદગીનો સહારો બનશે. સંચાની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંતરામને તબીબોએ કિડની માટે ડોનર શોધવાનું કહેતા તે ચિંતામાં મુકાઈ ગયા હતા, એક તો સારવારનો ખર્ચ અને તેમાં પણ ડોનર શોધવો ખુબ મુશ્કેલ હતું, ત્યારે પોતાના ભાઈની જિંદગી બચાવવા માટે દીકરી આગળ આવી હતી. જે દીકરીના જન્મથી માતા પિતા નિરાશ હતા, તે દીકરી પરિવાર માટે આગળ આવી અને પોતાના ભાઈને નવું જીવન આપલાની તૈયારી બતાવી આશાનું કિરણ બની છે. આ દીકરી પરિવાર માટે સાથે ભાઈ માટે પણ આગળ આવતા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ભાઈ બહેની રક્ષા કરતા હોય છે, ત્યારે અહીંયા તો બહેને ભાઈના જીવની રક્ષા કરવા સામે આવી છે.