Home /News /surat /

સુરત: નવરાત્રી નજીક આવતાં સાઉન્ડની દુકાને ત્રાટક્યા ચોરો

સુરત: નવરાત્રી નજીક આવતાં સાઉન્ડની દુકાને ત્રાટક્યા ચોરો

ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરોએ દુકાનનું શટર ખોલ્યું હતું

Surat Crime: ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરોએ દુકાનનું શટર ખોલ્યું, પોલીસે સીસીટીવીની મદદથી ચોરને ઝડપી પાડ્યો

સુરત: નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબે ઘૂમવાની તમામ તૈયારીઓને આખરી ઓપ ઠેર અપાઈ રહ્યો છે. શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટમાં ભવ્ય સાઉન્ડની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી ડીજે અને સાઉન્ડની દુકાનમાંથી એમ્પ્લીફાયરની ચોરી થઈ હતી. ડુપ્લીકેટ ચાવીથી ચોર દ્વારા દુકાનનું શટર ખોલીને ચોરી કરવામાં આવી હતી. આ ચોરીને ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણામાં આવેલા રઘુકુલ રેસીડેન્સીમાં દુકાન નંબર 19માં જયરાજ ડીજે સાઉન્ડ નામની દુકાનમાં ચોરીની ઘટના બની છે. ચોર શખ્સો દુકાનનું શટર ડુપ્લીકેટ ચાવી અથવા કોઈ સાધન વડે ખોલી દુકાનમાં પ્રવેશ્યા હતા. ચોરો ડાયનાકૈક કંપનીનું એમ્પ્લીફાયર જેની કિંમત આશરે 52000 છે, તેની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ટ્રેનમાં ઘસઘસાટ સૂઇ જતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

પૂર્વ કર્મચારીએ ચોરી કરી સાઉન્ડ સિસ્ટમની દુકાનના માલિક સંજયભાઈ રવજીભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે, મારે ત્યાં અગાઉ મિતુલ બલર નામનો કર્મચારી કામ કરતો હતો. જેણે ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી અને ચોરીના આગલા દિવસે તે અજાણ્યા બે શખ્સોને મારી દુકાન બતાવી ગયો હતો અને ત્યાર બાદ બીજા દિવસે ચોરીની ઘટના સર્જાઇ હતી. જેથી મને મારા પૂર્વ કર્મચારી પર શંકા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોરીમાં પકડાયેલ આરોપી ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કેમ, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ સાઉન્ડ સિસ્ટમની ચોરી કેમ કરી હતી, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन